ભારતભરમાં ભગવાન શિવ તથા માતા પાર્વતીના દુલારા પ્રથમ પૂજ્ય શ્રી ગણેશની આરાધના હર્ષોલ્લાસ સાથે કરવામાં આવે છે. તેઓ પોતાના ભક્તોની થોડી ભક્તિથી પણ ખુશ થઈ જાય છે અને તેમનાં તમામ સંકટો દૂર કરે છે. ગણેશ ચતુર્થીથી લઈને દસ દિવસ સુધી જે ભક્ત પોતાની રાશિ અનુસાર ભગવાન ગણેશનું પૂજન કરીને તેમને ભોગ ધરાવે તો તમામ વિઘ્નો દૂર થાય છે. સાથે મંગલમૂર્તિની વિશેષ કૃપા પણ થાય છે. રાશિસ્વરૂપ, મંત્ર અને ભોગ આ પ્રમાણે છે.
મેષ
રાશિસ્વરૂપ : વક્રતુંડ
મંત્ર : ૐ વક્રતુણ્ડાય હ્રૂં।
ભોગ : ગોળના લાડુ
વૃષભ
રાશિસ્વરૂપ : વિનાયક
મંત્ર : ૐ હ્રીં ગ્રીં હ્રીં।
ભોગ : ખાંડ અને નાળિયેરના લાડુ
મિથુન
રાશિ સ્વરૂપ : લક્ષ્મી-ગણેશ
મંત્ર : ૐ શ્રીં ગં સૌભાગ્ય ગણપતેય વરવરદં સર્વજનં મેં વશમાનયં સ્વાહા।
ભોગ : મગના લાડુ, લીલાં ફળ
કર્ક
રાશિસ્વરૂપ : વક્રતુંડ
મંત્ર : ૐ વક્રતુણ્ડાય નમ:।
ભોગ : મોદકના લાડુ, માખણ, ખીર
સિંહ
રાશિસ્વરૂપ : લક્ષ્મી-ગણેશ
મંત્ર : ૐ શ્રીગ ગં સૌભાગ્ય ગણપતેય વરવરદં સર્વજનં મેં વશ્માનયં સ્વાહા।
ભોગ : ગોળના લાડુ તથા લાલ ફળ
કન્યા
રાશિસ્વરૂપ : લક્ષ્મી-ગણેશ
મંત્ર : ૐ ગં ગણપતયૈ નમ:। અથવા
ૐ શ્રીં શ્રિયૈ: નમ:।
ભોગ : લીલાં ફળ, મગની દાળના લાડુ અને સૂકો મેવો
તુલા
રાશિસ્વરૂપ : શક્તિ વિનાયક
મંત્ર : ૐ હ્રીં ગ્રીં હ્રીં।
ભોગ : લાડુ અને કેળાં
વૃશ્ચિક
રાશિસ્વરૂપ : વક્રતુંડ
મંત્ર : ૐ વક્રતુણ્ડાય હ્રૂં।
ભોગ : ગોળના લાડુ
ધન
રાશિસ્વરૂપ : હરિદ્રા રૂપ
મંત્ર : ૐ વક્રતુણ્ડાય હ્રૂં।
ભોગ : મોદક તથા કેળાં
મકર
રાશિસ્વરૂપ : લંબોદરાય
મંત્ર : ૐ લંબોદરાય નમ:।
ભોગ : મોદક, સૂકો મેવો તથા તલના લાડુ
કુંભ
રાશિસ્વરૂપ : સર્વેશ્વરાય રૂપ
મંત્ર : ૐ સર્વેશ્વરાય નમ:।
ભોગ : ગોળના લાડુ તથા લીલાં ફળ
મીન
રાશિસ્વરૂપ : સિદ્ધિ વિનાયક
મંત્ર : ૐ સિદ્ધિ વિનાયક નમ:।
ભોગ : બેસનના લાડુ, કેળાં તથા બદામ
પ્રાત:કાળે સ્નાન કરીને ગણેશભક્ત વિધિ-વિધાનપૂર્વક પૂજન-અર્ચન કરીને ગણેશજીને પોતાની રાશિ અનુસાર ભોગ ધરાવે અને મંત્રોચ્ચાર કરે તો તેને તમામ પ્રકારના સુખની પ્રાપ્તિ થાય છે.