ચાઈનીઝ લસણને લઈને વેપારી તેમજ કમિશન એજન્ટ એસોસિએશનનો ઉગ્ર વિરોધ
છેલ્લા થોડા સમયથી સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડોમાં ઠલવાતા ચાઇનીઝ લસણનો મામલો તીવ્ર બન્યો છે. હવે સમગ્ર ભારતમાં તેનો ઠેર-ઠેરથી વિરોધ થઇ રહ્યો છે. આ વિરોધ હવે સૌરાષ્ટ્રમાં પણ પહોંચ્યો છે. રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડો ચાઇનીઝ લસણના વિરોધમાં આવતીકાલે મંગળવારે જડબે સલાક હડતાલ પાડશે. રાજકોટ કમિશનર એજન્ટ એસો.એ આ બાબતે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. અન્ય યાર્ડોમાંથી પણ છેલ્લા થોડા દિવસોથી આ વિરોધ થઇ રહ્યો હતો. પરંતુ હવે વિરોધ વધી અને બંધના આંદોલન સુધી પહોંચ્યો છે.
તારીખ 10-9-2024ના રોજ ભારતભરમાં માર્કેટિંગ યાર્ડમાં ચાઈનીઝ લસણના વિરોધમાં એક દિવસીય બંધ પાડવામાં આવ્યું છે ત્યારે રાજકોટ યાર્ડ પણ આ બંધમાં જોડાઈને રાજકોટમાં કમિશન એજન્ટ તેમજ વેપારી સાથે મળી આવતીકાલે લસણની હરાજી બંધ રખાશે.
ભારત ભરમાં લસણનો ઉત્પાદન વિપુલ પ્રમાણમાં થાય છે અને ભારતનું લસણ દેશ-વિદેશમાં પણ પ્રખ્યાત છે ત્યારે ભારતના અનેક માર્કેટીંગ યાર્ડમાં ચાઈનીઝ લેસન જે ગુણવત્તા તેમજ ખાવા લાયક છે નથી જેને કારણે આ ચાઈનીઝ લસણને ભારતમાં પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો તેમ છતાં ચાઈનીઝ લેસન બીજા દેશમાંથી વાયા થઈને ભારતમાં વેચાણ માટે આવી રહ્યું છે તેના કારણે દેશભરના માર્કેટિંગ યાર્ડના લસણના વેપારી ઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના તમામ માર્કેટીંગ યાર્ડ માં કમિશન એજન્ટ એસોસિએશન તથા લસણના વેપારીઓ વેપારથી અળગા રહીને ભારત વ્યાપી એક દિવસીય બંધમાં જોડાશે.
આ માટે વેપારીઓ વચ્ચે એક અવાજે સહમતી સાધવામાં આવી છે અને કોઇપણ સંજોગોમાં ચાઇનીઝ લસણનો વિરોધ કરવાનો સૂર તીવ્ર બન્યો છે.