– ચાંદીમાં પણ ફરી તેજીની રમઝટ: ગોલ્ડ ઈટીએફમાં ઈન્ફ્લો ઘટયો
– વિશ્વ બજારમાં ક્રૂડતેલ ઉછળી ૯૩ ડોલરની ઉપર
Updated: Oct 21st, 2023
અમદાવાદ, મુંબઈ : ઇઝરાયેલ હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં આવી રહેલા નવા પરિવર્તનો વચ્ચે વૈશ્વિક બજારમાં આજે સોનામાં ૩૦ ડોલરનો ઉછાળો નોંધાતા ઘરઆંગણે એટલે કે અમદાવાદ સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૧૦૦૦ વધી ગયા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૫૦૦ વધ્યા હતા. મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવ ઉછળ્યા હતા. વિશ્વ બજારમાં ખાસ્સી તેજી આવતાં ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ ઉંચકાતાં ઝવેરી બજારમાં ભાવ ઉંચા બોલાતા થયા હતા.
વિશ્વ બજારમાં વોર ઈફેકટ વચ્ચે સોનામાં ફંડ બાઈંગ વધ્યું હતું. ક્રૂડતેલ ઉછળતાં તેની અસર પણ વૈશ્વિક સોનાના ભાવ પર પોઝીટીવ જોવા મળી હતી. વૈશ્વિક ડોલર ઈન્ડેક્સમાં પીછેહટ વચ્ચે સોનામાં વૈશ્વિક તેજી આવી હતી. વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશના ૧૯૫૫થી ૧૯૫૬ વાળા આજે ઉંચામાં ૧૯૮૫ થઈ ૧૯૭૮થી ૧૯૭૯ ડોલર રહ્યા હતા. સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ પણ ઔંશના ૨૨.૮૯થી ૨૨.૯૦ વાળા વધી ૨૩.૨૬ થઈ ૨૩.૧૫થી ૨૩.૧૬ ડોલર રહ્યા હતા.
દરમિયાન, અમદાવાદ બજારમાં આજે સોનાના ભાવ વધી ૯૯.૫૦ના રૂ.૬૨૦૦૦ કુદાવી રૂ.૬૨૬૦૦ તથા ૯૯.૯૦ના રૂ.૬૨૮૦૦ રહ્યા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ રૂ.૫૦૦ વધી રૂ.૭૩૦૦૦ને આંબી ગયા હતા.
વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ઉંચામાં ૯૦૪ તથા નીચામાં ૮૮૯ થઈ ભાવ ૮૯૮થી ૮૯૯ ડોલર રહ્યા હતા જ્યારે પેલેડીયમના ભાવ ઉંચામાં ૧૧૨૧ તથા નીચામાં ૧૧૦૦ થઈ ૧૧૦૪થી ૧૧૦૫ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ આજે ૦.૮૫થી ૦.૯૦ ટકા ઘટયા હતા. દરમિયાન વોર ઈફેક્ટના પગલે વૈસ્વિક ક્રૂડતેલના ભાવ આજે ઝડપી વધી ગયા હતા. બ્રેન્ટ ક્રૂડતેલના ભાવ બેરલના ૯૦.૫૭ વાળા ુઁચઆણઆઁ ૯૩.૭૯ થઈ ૯૩.૩૧ ડોલર રહ્યા હતા. જ્યારે યપએસ ક્રૂડના ભાવ ૮૭.૪૪ વાળા ઉંચામાં ૯૦.૭૮ થઈ ૯૦.૩૦ ડોલર રહ્યા હતા.
મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯.૫૦ના રૂ.૫૯૭૦૦ વાલા રૂ.૬૦૪૫૦ તથા ૯૯.૯૦ના ભાવ રૂ.૫૯૯૪૦ વાળા રૂ.૬૦૬૯૩ બોલાતા થયા હતા. મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૭૧૩૨૪ વાળા રૂ.૭૧૯૯૧ રહ્યા હતા. મનુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા. દરમિયાન, ગોલ્ડ એક્લચેન્જ ટ્રેડેડ ફંડ ઈટીએફમાં ઈન્ફલો જે ઓગસ્ટમાં વધી ૧૭ મહિનાની ટોચે પહોંચી ગયો હતો તે સપ્ટેમ્બરમાં ઘટી ૧૭૫ કરોડ થયાના નિર્દેશો મળ્યા હતા. આવો ઈન્ફલો જુલાઈમાં રૂ.૪૫૬ કરોડ તથા ઓગસ્ટમાં રૂ.૧૦૨૮ કરોડ વધ્યો હતો.