મૃત્યુ એક આશ્ચર્યજનક વસ્તુ નથી. તમે મરશો કે નહીં તે જાણવા માટે વિશાળ બુદ્ધિમત્તા અને સંશોધનની જરૂર નથી તેમજ તમને શિક્ષણની પણ જરૂર નથી. દરેક મનુષ્યમાં જે જન્મે તે ક્ષણે તે જન્મજાત હોય છે. ઓછામાં ઓછું જ્યારે તમે ચાર કે પાંચ વર્ષના થાઓ છો, ત્યારે તમે જાણો છો કે તમે મરી શકો છો. આ છતાં, તમે કશું કર્યું નહીં. અંતિમ સંસ્કાર પૂરા થયા પછી તમે તેના વિશે કંઇક કરવા માંગો છો.
આ એવી વસ્તુ નથી જેને તમે તે ક્ષણે સંભાળો. જ્યારે કોઈએ પોતાના પ્રિયજનને ગુમાવ્યા હોય ત્યારે જો તમે ફિલોસોફી આપવાનો પ્રયાસ કરો અને તેમને કહો કે બધું બરાબર છે. બસ શરીર મરે છે, આત્મા મરતો નથી, તો તમે આ વ્યક્તિને વધુ દુઃખ પહોંચાડશો. તે તેમને કહેવાનો સમય નથી. આ એવી વસ્તુ છે જેને વ્યક્તિના જીવનમાં વહેલી તકે લાવવાની જરૂર છે, મૃત્યુ થયા પછી નહીં. લોકોને જાગ્રત કરવા જોઈએ. એવું નથી કે તેઓ જાગ્રત નથી, તેઓ આંખ આડા કાન કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેને ખુલ્લી રીતે જોવું સારું છે. તમારે તેને તમારા જીવનમાં અને તમારાં બાળકોના જીવનમાં ખૂબ જ વહેલું દાખલ કરવું જોઈએ. બાળકોને બસ યાદ અપાવો, “મૃત્યુ એક કુદરતી વસ્તુ છે અને તે એવી વસ્તુ છે જે થવાની જ છે. તે કોઈ આફત નથી; તે જીવનની એક કુદરતી પ્રક્રિયા છે.”
તમારા પોતાના મૃત્યુ વિશે તમારા બાળકો સાથે વાત કરવી એ સારી બાબત છે. તે ખૂબ જ સારું છે કે તેઓ જાણે કે તેમનાં માતા-પિતા કોઈ દિવસ મૃત્યુ પામશે. જ્યારે પણ આવું થાય ત્યારે તેઓ તેમના જીવનને સંભાળી શકે. શું તમે તમારાં બાળકોને એવી રીતે ઉછેરવા નથી માંગતાં કે તમે કાલે અદૃશ્ય થઈ જાઓ તો પણ તેઓ સમજદાર અને સંતુલિત જીવન જીવી શકે? કે જો તમે અદૃશ્ય થઈ જાઓ તો તેઓનો નાશ થવો જોઈએ? તમે તેમને કઈ રીતે ઉછેરવા માંગો છો? જો તમે કાલે સવારે અદૃશ્ય થઈ જાઓ છો, તો પણ તેઓ તેમના જીવનને સારી રીતે ચાલુ રાખવા માટે સક્ષમ હોવા જોઈએ બરાબર ને? જો તમે તેમને મૃત્યુ સાથે પરિચિત નહીં કરો, તો તેઓ તે કરી શકશે નહીં. એવું જરૂરી નથી કે તે તમારા પરિવારમાં જ બને, પણ તે દર બીજા દિવસે કોઈ ને કોઈ વ્યક્તિ સાથે થઈ રહ્યું છે. તમને શું લાગે છે કે તે તમારી કે મારી સાથે નહીં થાય? તે થઈ શકે છે. આપણે તેને ઈચ્છતા નથી કે તેને આમંત્રિત કરતા નથી, પણ જો આવું થાય તો પણ આપણે શાલીનતા સાથે આગળ વધવું જોઈએ.
આનો અર્થ એ નથી કે જ્યારે આવું થાય ત્યારે તમે તમારા પ્રિયજનોને યાદ નહીં કરો કે તમારી પાસે સામાન્ય માનવીય લાગણીઓ નહીં હોય. ના, તમારી પાસે તે બધું હશે, પણ તે વસ્તુઓ તમારો નાશ ન કરવી જોઈએ. તમારા જીવનમાં બનતી દરેક વસ્તુ તમને સમૃદ્ધ બનાવી શકે છે. જો તમે તેને ચોક્કસ જાગરૂકતા સાથે સાંભળો. જો તમે જાગરૂક નથી, તો બધું એક સમસ્યા છે. જો તેઓ જીવતા હોત તો તે એક સમસ્યા છે, જો તેઓ મૃત્યુ પામે છે તો તે એક સમસ્યા છે. તો જ્યારે સૌથી ગમતી વ્યક્તિ મૃત્યુ પામે, ત્યારે તે તમારા માટે તમારી સીમાઓથી આગળ વધવાની પ્રચંડ શક્યતા છે. પોતાનો નાશ કરવા માટે તેનો ઉપયોગ કરશો નહીં. જ્યારે તમે આટલી મોટી કિંમત ચૂકવી છે, તમારી ખૂબ જ ગમતી વ્યક્તિ મૃત્યુ પામી છે, તો શું તમને તેનો લાભ ન મળવો જોઈએ? તમારે તેનો લાભ લેવો જ જોઈએ. જો તમે જાગરૂક હશો, તો તમને તેનાથી ઘણો ફાયદો થશે.