બાંગ્લાદેશની જનતાએ હિંસક વિરોધ કરી શેખ હસીનાની સરકારને ધ્વસ્ત કરી દીધી હતી. જે બાદ બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસા શરૂ થઈ હતી. આ હિંસાઓ વચ્ચે ભારતીય મૂળના અમેરિકન ડેમોક્રેટિક કોંગ્રેસના સભ્ય શ્રી થાણેદારની ભલામણ પર અમેરિકાના સુલિવાન દ્વારા બાંગ્લાદેશના મહોમ્મદ યુનુસને ફોન કરવામાં આવ્યો હતો.
બાંગ્લાદેશમાં લઘુમતીઓ વિરુદ્ધ થઈ રહેલી હિંસાઓથી કોઈ અજાણ નથી. તાજેતરમાં બાંગ્લાદેશમાં હિંદુ મંદિરો પર થયેલા હુમલાઓ પર અમેરિકાની નજર પણ પડી હતી. અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવાને સોમવારે વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસ સાથે વાત કરી હતી અને હિંદુઓની સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો. શ્રી થાનેદારે વ્હાઇટ હાઉસને બાંગ્લાદેશમાં હિંદુઓની હત્યા અને તેમના મંદિરોના વિનાશનો મુદ્દો ભારપૂર્વક ઉઠાવવા માટે વિનંતી કરી હતી.
અમેરિકાથી ફોન આવતા મિલાવ્યો સૂરમા સૂર
અમેરિકાથી ફોન આવતા જ યુનુસનો સ્વર પણ બદલાઈ ગયો. અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવને જ્યારે બાંગ્લાદેશના હાલની વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મહોમ્મદ યુનુસ સાથે માનવાધિકાર વિશે વાત કરી હતી. યુનુસે સુલિવાન સાથે મળીને બાંગ્લાદેશમાં માનવાધિકારોની સુરક્ષા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. સુલિવને બાંગ્લાદેશના વિકાસ અને પડકારો માટે અમેરિકાના સમર્થનની ખાતરી પણ આપી હતી.
અમેરિકાનો બાંગ્લાદેશને ફોન આપ્યો આ સંદેશ
સુલિવાનની આ વાતચીત બાઈડેન સરકારના વહીવટીતંત્રના છેલ્લા મહિનામાં થઈ હતી. જે સંદેશ આપે છે કે વ્હાઇટ હાઉસમાં આવનારું ટ્રમ્પનું નવું વહીવટીતંત્ર યુનુસને તેની ઈચ્છા પ્રમાણે કરવા દેવાનું નથી. સુલિવાનનો આ ફોન કોલ ભારતીય મૂળના અમેરિકન ડેમોક્રેટિક કોંગ્રેસના સભ્ય થાણેદારની માંગના થોડા દિવસો બાદ કરવામાં આવ્યો હતો. ઉપરાંત થાનેદારે વ્હાઇટ હાઉસને બાંગ્લાદેશમાં હિંદુઓની હત્યા અને તેમના મંદિરોના વિનાશનો મુદ્દો ભારપૂર્વક ઉઠાવવા વિનંતી કરી હતી.
ભારતીય મૂળના અમેરિકન ડેમોક્રેટિક કોંગ્રેસના સભ્ય થાણેદારની ભલામણ બાદ કરાયો ફોન
બાંગ્લાદેશી હિંદુઓનો મુદ્દો ઉઠાવતા થાનેદારે કહ્યું હતું કે પીડિતોને મદદ કરવાનો અમેરિકાનો ભવ્ય ઈતિહાસ છે અને બાંગ્લાદેશની હિંસા તેનાથી અલગ નથી. તેમણે અપીલ કરી હતી કે અમેરિકાએ બાંગ્લાદેશના મુખ્ય પ્રધાન મોહમ્મદ યુનુસને શાંતિ પુનઃસ્થાપિત કરવા અને સમાનતા અને ન્યાયના સિદ્ધાંતો પર રાષ્ટ્રનું પુનઃનિર્માણ કરવાના તેમના વચનને પૂર્ણ કરવા પ્રયાસ કરવો જોઈએ.