ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહને વિશ્વભરના નેતાઓ શ્રાદ્ધાંજલિ આપી રહ્યા છે ત્યારે ભુતાનના રાજા જિગ્મે ખેસર નામગ્યાલ વાંગચૂકે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહનસિંહ માટે એક ખાસ પ્રાર્થના સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. દિવંગત પૂર્વ વડાપ્રધાનના સમ્માનમાં અને ભારત સરકાર તથા લોકો સાથે એકસંપના પ્રતીક તરીકે દેશભરમાં અને વિદેશોમાં ભુતાનના દૂતાવાસો, મિશનો તથા એમ્બેસીમાં તમામ રાષ્ટ્રીય ધ્વજ અડધી કાઠીએ ફરકશે.