એક તરફ આજે દેશના નાણામંત્રીએ આગામી નાણાકીય વર્ષ માટે ૫૦ લાખ કરોડ રૂપિયાથી વધુનું બજેટ રજૂ કર્યું હતું. તો બીજી તરફ જાન્યુઆરી મહિનાના GST કલેક્શનના આંકડા પણ બહાર આવી ગયા છે. જાન્યુઆરી મહિનામાં સરકારનું GST કલેક્શન 2 લાખ કરોડ રૂપિયાથી થોડું ઓછું જોવા મળ્યું હતું. જ્યારે ગયા વર્ષના સમાન સમયગાળાની તુલનામાં 12 ટકાથી વધુ વૃદ્ધિ જોવા મળી છે. જ્યારે ડિસેમ્બર મહિનામાં દેશના GST કલેક્શનમાં વાર્ષિક ધોરણે 7 ટકાથી વધુનો વધારો જોવા મળ્યો છે. હવે એ પણ જાણવું જોઈએ કે જાન્યુઆરી મહિનામાં GST કલેક્શનથી સરકારને કેટલી આવક થવાની છે.
જાન્યુઆરી 2025માં 1.96 લાખ કરોડ જીએસટી કલેક્શન
જાન્યુઆરી 2025 માટે ભારતનું GST કલેક્શન શનિવારે (1 ફેબ્રુઆરી) 1.96 લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગયું. ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીમાં GST કલેક્શનમાં ૧૨.૩ ટકાનો વધારો થયો છે. ગયા મહિને, ડિસેમ્બર 2024 માટે GST કલેક્શન રૂ. 1,76,857 કરોડ હતું. જ્યારે ડિસેમ્બર 2023માં આ જ કલેક્શન 1,66,882 કરોડ રૂપિયા જોવા મળ્યું હતું.
આ વર્ષમાં પાંચમી વખત જીએસટી કલેક્શન 1.80 લાખ કરોડને પાર થયું
ખાસ વાત એ છે કે ચાલુ નાણાકીય વર્ષમાં GST કલેક્શન પાંચમી વખત ૧.૮૦ લાખ કરોડ રૂપિયાના આંકડાને પાર કરી ગયું છે. એપ્રિલ મહિનામાં આ આંકડો 2 લાખ કરોડ રૂપિયાને પાર કરી ગયો હતો. બીજી તરફ, જુલાઈ, ઓક્ટોબર અને નવેમ્બર મહિનામાં GST કલેક્શન 1.80 લાખ કરોડ રૂપિયાથી વધુ જોવા મળ્યું. નિષ્ણાતોના મતે, નાણાકીય વર્ષના બાકીના મહિનાઓમાં GST કલેક્શનનો આંકડો 1.80 લાખ કરોડ રૂપિયાને પાર કરી શકે છે.
એપ્રિલ 2024 થી લઈ જાન્યુઆરી 2025 સુધી જીએસટી કલેક્શન કેટલું રહ્યું ?
મહિનો | જીએસટી આવક (લાખ કરોડ રૂપિયામાં) |
એપ્રિલ 2024 | 2.1 |
મે 2024 | 1.73 |
જૂન 2024 | 1.74 |
જુલાઈ 2024 | 1.82 |
ઓગસ્ટ 2024 | 1.75 |
સપ્ટેમ્બર 2024 | 1.73 |
ઓક્ટોબર 2024 | 1.87 |
નવેમ્બર 2024 | 1.82 |
ડિસેમ્બર 2024 | 1.77 |
જાન્યુઆરી | 1.96 |
કુલ | 17.92 |