મણિપુરમાં સીએમ બિરેન સિંહના રાજીનામા બાદ એક મોટું પગલું લેવામાં આવ્યુ છે. કેન્દ્ર સરકારે અહીં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યુ છે. આ પગલું એવા સમયે લેવામાં આવ્યું છે જ્યારે તાજેતરમાં મુખ્યમંત્રી બિરેન સિંહે પદ પરથી રાજીનામું આપ્યું હતું. મણિપુરમાં ચાલી રહેલા રાજકીય ઉથલપાથલ વચ્ચે રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું છે. રાજ્યના મુખ્યમંત્રી એન બિરેન સિંહે 9 ફેબ્રુઆરી 2025 ના રોજ રાજીનામું આપ્યું હતું,
મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન થયું લાગુ
મણિપુરના રાજ્યપાલ અજય કુમાર ભલ્લા અને અર્ધલશ્કરી દળના અધિકારીઓએ આજે રાજભવન ખાતે બેઠક યોજી હતી. આ દરમિયાન, અધિકારીઓએ તેમને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ની તૈનાતી અને ઓપરેશનલ પ્રવૃત્તિઓ વિશે માહિતી આપી હતી. મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું છે. આ પહેલા 9 ફેબ્રુઆરીએ રાજ્યના મુખ્યમંત્રી બિરેન સિંહે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. રાજ્યમાં લગભગ બે વર્ષ સુધી ચાલી રહેલી સાંપ્રદાયિક હિંસા બાદ તેમણે આ રાજીનામું આપ્યું છે. આ બાબત તેમજ અન્ય મુદ્દાઓને લઈને રાજ્યમાં તેમની ટીકા થઈ રહી હતી. બિરેન સિંહના રાજીનામા પછી, એવી ચર્ચા હતી કે રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવી શકે છે.