By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    2 hours ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    1 day ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: રામનવમી : કૌશલ્યાના કુંવર શ્રીરામનો જન્મદિવસ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

રામનવમી : કૌશલ્યાના કુંવર શ્રીરામનો જન્મદિવસ

Last updated: 2025/03/27 at 2:33 PM
12 months ago
Share
રામનવમી : કૌશલ્યાના કુંવર શ્રીરામનો જન્મદિવસ
SHARE

અગત્યસંહિતા અનુસાર ચૈત્ર સુદ પક્ષની નવમી તિથિએ પુનર્વસુ નક્ષત્ર, કર્ક લગ્નમાં જ્યારે સૂર્ય અન્ય પાંચ ગ્રહોની શુભ દૃષ્ટિ સાથે મેષ રાશિ પર વિરાજમાન હતા ત્યારે ભગવાન શ્રીરામનો માતા કૌશલ્યાની કુખે જન્મ થયો. રઘુકુળ શિરોમણી મહારાજ દશરથ તથા મહારાણી કૌશલ્યાને ત્યાં બ્રહ્માંડનાયક અખિલેશ સાક્ષાત્ ભગવાન વિષ્ણુએ પુત્રરૂપમાં જન્મ લીધો હતો.

શ્રીરામનો જન્મ દિવસે બપોરના બાર વાગ્યે થયો હતો. સૌંદર્યનિકેતન, શંખ, ચક્ર, ગદા, પદ્મ ધારણ કરેલ ચતુર્ભુજધારી શ્રીરામ પ્રગટ થયા ત્યારે માતા કૌશલ્યાને વિસ્મય થયું. રામનું સૌંદર્ય તથા તેજ જોવા છતાં પણ તેમની આંખોને તૃપ્તિ નહોતી થતી. દેવલોક પણ અવધમાં ઉજવાઈ રહેલા શ્રીરામ જન્મોત્સવની આગળ ઝાંખો લાગી રહ્યો હતો. શ્રીરામના જન્મોત્સવમાં દેવતા, ઋષિ, કિન્નર, ચારણ સહિતના લોકો ઉપસ્થિત રહી આનંદ માણી રહ્યા હતા.

શ્રીરામનો જન્મ અસુરોનો સંહાર કરવા માટે થયો હતો. તેઓ માતા-પિતાના આજ્ઞાકારી પુત્ર હતા. અયોધ્યાના રાજકુમાર હોવા છતાં તેમણે માત્ર પોતાના પિતાના વચનને પૂરું કરવા માટે રાજ્યનો ત્યાગ કરીને 14 વર્ષ સુધી પત્ની સીતા અને ભાઈ લક્ષ્મણ સાથે વનવાસ ભોગવ્યો હતો. શ્રીરામ ઉત્તમ પુત્ર, ભાઈ, પતિ, પિતા, મિત્ર અને રાજા હતા. રાક્ષસરાજ રાવણનો વધ કરીને તેમણે સમગ્ર સંસારને ભયમુક્ત કર્યો હતો.

રામનવમીનું મહત્ત્વ

રામનવમીનો તહેવાર ઘણો મહત્ત્વપૂર્ણ છે. આ પર્વની સાથે જ માતા દુર્ગાની નવરાત્રિનું સમાપન જોડાયેલું છે. ભગવાન શ્રીરામે પણ માતા દુર્ગાની પૂજા-આરાધના કરી હતી અને તેમના દ્વારા કરવામાં આવેલી શક્તિપૂજાએ જ તેમને યુદ્ધમાં વિજય અપાવ્યો હતો. એવું કહેવાય છે કે રામનવમીના દિવસે ગોસ્વામી તુલસીદાસજીએ રામચરિત માનસની રચનાનો આરંભ કર્યો હતો.

શ્રી રામનવમી વ્રત

રામનવમીના દિવસે જે વ્યક્તિ આખો દિવસ ઉપવાસ રાખીને ભગવાન શ્રીરામની પૂજા કરે છે તથા પોતાના સામર્થ્ય અનુસાર દાન-પુણ્ય કરે છે, તે અનેક જન્મોનાં પાપોથી મુક્ત થઈ જાય છે.

રામનવમીના દિવસે પ્રાત-કાળે ઊઠીને ઘરની સાફ-સફાઈ કરીને ગંગાજળ છાંટીને શુદ્ધ કરી લેવું. ત્યારબાદ સ્નાનાદિ કાર્યથી પરવારી વ્રતનો સંકલ્પ લેવો જોઈએ. ત્યારબાદ લાકડાના એક ચોરસ ટુકડા પર સાથિયો બનાવીને ગંગાજળથી ભરેલો લોટો રાખવો અને તેમાં ચાંદીની વીંટી કે કોઈ વસ્તુ સામગ્રીઓનો ઉપયોગ કરીને શ્રીરામનું પૂજન કર્યા પછી આરતી કરવી. રામનવમીનું વ્રત કરવાથી વ્યક્તિના જ્ઞાનમાં વૃદ્ધિ થાય છે. તેની ધીરજ વધે છે. આ સિવાય ઉપાસકના વિચાર, શક્તિ, બુદ્ધિ, શ્રદ્ધા, ભક્તિ અને પવિત્રતામાં પણ વધારો થાય છે. રામનવમીના વ્રત વિશે એવું કહેવાય છે કે, આ વ્રતને નિષ્કામ ભાવથી આજીવન કરવામાં આવે તો સમસ્ત પાપોમાંથી મુક્તિ અને વૈકુંઠમાં સ્થાન મળે છે.

અયોધ્યામાં રામનવમી

રામનવમીનું પર્વ દેશભરમાં ભક્તિભાવ અને ધૂમધામથી મનાવવામાં આવે છે, પરંતુ રામ જન્મભૂમિ અયોધ્યામાં રામનવમીના પર્વે માહોલ અલગ હોય છે. આ દિવસે અયોધ્યામાં મેળો ભરાય છે. દેશના ખૂણે-ખૂણામાંથી આવેલા શ્રદ્ધાળુઓ આ મેળામાં પહોંચે છે. લાખો શ્રદ્ધાળુઓ અયોધ્યાની સરયૂ નદીના તટે પ્રાત:કાળે સ્નાન કરીને મંદિરોમાં પૂજન-અર્ચન કરે છે. ઠેર-ઠેર સંતોનું પ્રવચન, રામલીલા, ભજન-કીર્તન ચાલે છે. અયોધ્યાના પ્રસિદ્ધ કૌશલ્યા ભવન મંદિરમાં વિશેષ આયોજન થાય છે. અયોધ્યાનાં મુખ્ય ઐતિહાસિક સ્થળોમાં શ્રીરામ જન્મભૂમિ સિવાય કોશલ્યા ભવન, કનક ભવન, કૈકેયી ભવન, કોપ ભવન તથા શ્રીરામના રાજ્યાભિષેકનું સ્થળ રત્ન સિંહાસન દર્શનીય છે.

You Might Also Like

 સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ

દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું

પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ

*  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.

 “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ઇન્વેન્ટ કાસ્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રવિવારે મેટોડા ખાતે મહારકતદાન કેમ્પ
રાજકોટ

ઇન્વેન્ટ કાસ્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રવિવારે મેટોડા ખાતે મહારકતદાન કેમ્પ

Editor By Editor 5 days ago
 સિંગતેલના ભાવમાં દિવાળીના તહેવાર બાદ રૂ.૫૫૦નો થયો તોતિંગ વધારો
 વનવિભાગ દ્વારા 3૪થી વધારે રેન્જ ફોરેસ્ટ ઓફિસરની બદલી
મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈ-વે પર લાકડા ભરેલો ટ્રક ઈકો પર ખાબક્યો
 હળવદ નજીક નર્મદા કેનાલમાં બે યુવાન ડૂબ્યા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?