IPL 2025 માં પંજાબ કિંગ્સને મોટો ઝટકો લાગ્યો છે. ટીમનો સ્ટાર ખેલાડી ગ્લેન મેક્સવેલ IPL 2025 માંથી બહાર થઈ ગયો છે. મેક્સવેલે CSK સામે રમાઈ રહેલી મેચમાં પણ ભાગ લીધો ન હતો. શ્રેયસ ઐયરે પોતાની ઈજાની પુષ્ટિ કરી. પ્લેઓફ 2025 પહેલા પંજાબ માટે આ ખરાબ સમાચાર છે.
શ્રેયસ ઐયરે કરી પુષ્ટિ
ટોસ દરમિયાન, શ્રેયસ ઐયરે મેક્સવેલની ઈજા અંગે મોટી અપડેટ આપી. તેને કહ્યું કે મેક્સવેલની આંગળીમાં ફ્રેક્ચર થયું છે. પરંતુ આ સિઝનમાં મેક્સવેલનું બેટ સારું પ્રદર્શન કરી રહ્યું ન હતું. તે બેટ અને બોલ બંનેમાં નિષ્ફળ રહ્યો હતો. તેને રમેલી 7 મેચોમાં નિરાશાજનક પ્રદર્શન કર્યું. મેક્સવેલે 6 ઈનિંગ્સમાં 7,7,3,1,30 અને 0 રન બનાવ્યા છે. બોલિંગમાં તેને 4 વિકેટ લીધી છે. મેક્સવેલે 6 ઈનિંગ્સમાં ફક્ત 48 રન બનાવ્યા તે તેના તાજેતરના ફોર્મને દર્શાવે છે.
ગ્લેન મેક્સવેલનું IPL કરિયર
જો આપણે તેના IPL કરિયર પર નજર કરીએ તો, તેને 2012 માં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સામે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માં પોતાની સફર શરૂ કરી હતી. ત્યારથી, તેને આ લીગમાં ઘણી યાદગાર ઈનિંગ્સ રમી છે અને પોતાની ઓલરાઉન્ડ રમતથી ટીમને મજબૂત બનાવી છે.
મેક્સવેલે અત્યાર સુધીમાં IPLમાં કુલ 141 મેચ રમી છે, જેમાં તેને 135 ઈનિંગ્સમાં 23.88 ની એવરેજ અને 155.14 ના સ્ટ્રાઈક રેટથી 2819 રન બનાવ્યા છે. તેમની સૌથી મોટી ઈનિંગ્સ 95 રનની રહી છે, જ્યારે તેને 18 વખત અડધી સદી ફટકારી છે.
બોલિંગની વાત કરીએ તો, તેને પોતાના સ્પિન બોલમાં પણ યોગદાન આપ્યું છે. અત્યાર સુધીમાં, ગ્લેન મેક્સવેલે 34.46 ની એવરેજથી કુલ 41 વિકેટ લીધી છે. બેટ અને બોલ બંનેથી યોગદાન આપનાર આ ખેલાડીને T20 ક્રિકેટમાં એક મહાન ઓલરાઉન્ડર માનવામાં આવે છે. પરંતુ હાલમાં, તે ખરાબ ફોર્મનો સામનો કરી રહ્યો છે.