ભારત સાથે સંઘર્ષમાં ફસાયેલા પાકિસ્તાનને તેના ઘરેલુ મોરચે વધુ એક ખરાબ સમાચાર મળ્યા છે. પાકિસ્તાનમાં બલોચ પછી હવે સિંધ ક્ષેત્રમાં પણ આઝાદીની માંગ ઉઠવા લાગી છે. સિંધમાં ઘણા લોકોએ પોતાના અધિકારો અને સ્વતંત્રતાની માંગણી માટે આંદોલન શરૂ કર્યું છે. સિંધુ રાષ્ટ્રની હિમાયત કરતા એક મોટા જૂથે તાજેતરમાં જ મોટા શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનો કર્યા. આમાં ગુમ થયેલા સિંધી રાષ્ટ્રવાદીઓની મુક્તિની માંગ કરવામાં આવી હતી. આ સમય દરમિયાન માનવ અધિકારોનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો હતો. સિંધ પ્રાંતમાં સ્વતંત્રતાની માંગ બલુચિસ્તાનની જેમ જ તીવ્ર બની છે.
સિંધ પ્રાંતમાં સ્વતંત્રતાની માંગ વધુ તીવ્ર બની છે. જય સિંધ સ્વતંત્રતા ચળવળે શાંતિપૂર્ણ ધરણાનું આયોજન કર્યું. આ પ્રદર્શન દરમિયાન ગુમ થયેલા અને જેલમાં બંધ રાષ્ટ્રવાદીઓની મુક્તિની માંગ કરવામાં આવી હતી. પ્રદર્શનકારીઓએ સિંધ અને બલુચિસ્તાનમાં થઈ રહેલા માનવાધિકાર ઉલ્લંઘનને વૈશ્વિક સ્તરે ઉજાગર કરવાની હાકલ કરી હતી.
રાષ્ટ્રવાદીઓએ કરી મુક્તિની માંગ
વિરોધ પ્રદર્શન દરમિયાન, સોહેલ, ઝુબૈર, અમર આઝાદી જેવા સિંધી રાષ્ટ્રવાદીઓને મુક્ત કરવાની માંગ કરવામાં આવી હતી. વિરોધીઓએ એવી પણ માંગ કરી હતી કે જેમને બળજબરીથી ગુમ કરવામાં આવ્યા છે તેમને મુક્ત કરવામાં આવે. પ્રદર્શનકારીઓએ કહ્યું કે અમારો વિરોધ ગેરકાયદેસર ધરપકડ, જેલમાં ત્રાસ અને બળજબરીથી ગાયબ થવા સામે છે. તેમણે કહ્યું કે જો આ સ્થિતિ ચાલુ રહી તો તેઓ જેલના મુખ્ય દરવાજા બંધ કરી દેશે.
કાલે બન્યુ હતું બાંગ્લાદેશ અને હવે બનશે સિંધું દેશ
JSFF ના વિરોધીઓ પાકિસ્તાની સેનાના કાફલાને રોકે છે. ભારત સાથે તણાવ સમાપ્ત થયા પછી આ કાફલો સરહદથી પરત ફરી રહ્યો હતો. વીડિયોમાં, સિંધી લોકો કાફલાને રોકી રહ્યા છે અને પાકિસ્તાની સેનાના કબજામાંથી આઝાદીની માંગ કરી રહ્યા છે. આ દરમિયાન તેઓએ નારા લગાવ્યા કે કાલે બાંગ્લાદેશ બન્યું હતું, હવે સિંધુદેશ બનશે.