અમેરિકામાં ઇઝરાયલી દૂતાવાસના 2 કર્મચારીની જાહેરમાં હત્યા કરવામાં આવી છે, વોશિંગ્ટનમાં યહૂદી સંગ્રહાલય નજીક ફાયરીંગ કરીને આ હત્યા કરવામાં આવી છે, આ ગોળીબાર યહૂદી સંગ્રહાલયની બહાર થયો હતો, જ્યાં એક કાર્યક્રમ યોજાઈ રહ્યો હતો, જેનું આયોજન અમેરિકન યહૂદી સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું. FBIની સંયુક્ત આતંકવાદ ટાસ્ક ફોર્સ આ ઘટનાની તપાસ કરી રહી છે.
અમેરિકાની રાજધાની વોશિંગ્ટનમાં જાહેરમાં કરાઈ હત્યા
અમેરિકાની રાજધાની વોશિંગ્ટનમાં યહૂદી સંગ્રહાલય નજીક ગોળીબારમાં ઇઝરાયલી દૂતાવાસના બે કર્મચારીઓના મોત થયા હતા. આ ગોળીબાર યહૂદી સંગ્રહાલયની બહાર થયો હતો, જ્યાં એક કાર્યક્રમ ચાલી રહ્યો હતો, જેનું આયોજન અમેરિકન યહૂદી સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું. FBI ની સંયુક્ત આતંકવાદ ટાસ્ક ફોર્સ આ ઘટનાની તપાસ કરી રહી છે.
યહૂદી સંગ્રહાલય નજીક બની મોટી ઘટના
હોમલેન્ડ સિક્યુરિટી વિભાગના સચિવ ક્રિસ્ટી નોઈમે જણાવ્યું હતું કે વોશિંગ્ટન ડીસીમાં યહૂદી સંગ્રહાલય નજીક ઇઝરાયલી દૂતાવાસના બે કર્મચારીઓની હત્યા કરવામાં આવી હતી. અમે આની સક્રિય તપાસ કરી રહ્યા છીએ અને અમને વધુ માહિતી મળતાની સાથે જ શેર કરીશું. પીડિતોના પરિવારો માટે પ્રાર્થના કરો. અમે હત્યારાઓને ન્યાયના કઠેડામાં લાવીશું.