અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે એપલ આઇફોનના નિર્માણને ભારતના બદલે યુએસમાં કરવા માટે ચેતવણી આપી છે. પરંતુ એપલને અમેરિકાના બદલે ભારતમાં આઇફોન બનાવવું સસ્તુ પડી શકે છે. ડૉનાલ્ડ ટ્રમ્પે જ્યારથી વિવિધ દેશોમાં ટેરિફ લગાવવાનું શરુ કર્યુ છે. ત્યારથી વેપાર સંબંધોમાં ટેન્શનનો માહોલ છે. ત્યારે ટ્રમ્પે એપલ કંપનીના સીઇઓને ધમકી આપતા ચર્ચાનો દૌર શરુ થયો છે.
ટ્રમ્પની ટિમ કુકને ચેતવણી
અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે એપલના સીઇઓ ટિમ કુકને ભારતમાં આઇફોનના નિર્માણ પર રોક લગાવવા ઘણા પ્રયત્ન કર્યા હતા. પરંતુ ટિમ કુકે તેમની વાતો અવગણીને ભારતમાં પ્રોડક્શન કરવાનું જણાવ્યુ હતુ. ત્યારે ટ્રમ્પે ટિમ કુકને ચેતવણી આપતા જણાવ્યુ હતુ કે, જો અમેરિકા સિવાય અન્ય કોઇપણ દેશમાં આઇફોનનું નિર્માણ કરવામાં આવશે તો 25 ટકા ટેરિફ લગાવવામાં આવશે. પરતું આ નિર્ણય ભારતને નુકસાન નહીં પહોંચાડી શકે. જો અમેરિકા 100 ટકા ટેરિફ લગાવે તો પણ ભારતને કોઇ નુકસાન નહી થાય. એપલને આઇફોન સસ્તો જ પડશે. ટિમ કુકને ભારતને છોડવું શક્ય નથી.
આઇફોન, અમેરિકા અને ભારત શું છે સમગ્ર ગણિત ?
એપલ આઇફોનના પ્રોડક્શન પર એસેંબલિંગ માટે ચીન પરથી પોતાની નિર્ભતા ઓછી કરવા પ્રયાસ કર્યો છે. અને ભારતમાં શિફ્ટ થવાનો વિચાર કર્યો છે. આઇફોન બનાવનાર કંપની ફોક્સકોને ભારતમાં રોકાણ યથાવત્ રાખ્યુ છે. ભારત આઇફોન નિર્માણ માટે કેટલી મદદ કરી શકે છે તે જાણવું જરુરી છે. ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિએટિવની રિપોર્ટ અનુસાર, 1000 ડૉલરની કિંમતના આઇફોનનું ઉત્પાદન એક દેશમાં નહી થાય. આઇફોનના વિવિધ પાર્ટ વિવિધ દેશમાં બનાવવામાં આવે છે. જેમ કે આઇફોનનું બ્રાન્ડ, ડિઝાઇન અને સોફ્ટવેયર એપલ જાતે બનાવે છે. જેની કોસ્ટ 450 ડૉલર છે. તાઇવાનમાં ચિપ તૈયાર થાય છે. જેની કોસ્ટ 150 ડૉલર છે. મેમોરી ચિપ, સાઉથ કોરિયામાં બને છે. જેની કિંમત 90 ડૉલર છે. તો જાપાનમાં 85 ડૉલર કેમેરા સિસ્ટમ બનાવાય છે. ક્વોલકોમ અને બ્રોડકોમ જેવા યુએસ ચિપ ઉત્પાદકો વધુ $80 ઉમેરે છે. જર્મની, વિયેતનામ અને મલેશિયાના નાના યોગદાન કુલ $45 જેટલા છે. આ ઉપરાંત, ભારત અને ચીનમાં આઇફોનનો એસેમ્બલ ચાર્જ લગભગ 30 ડૉલર છે. આનો અર્થ એ થયો કે આઇફોન માર્કેટમાં ભારતનો કુલ હિસ્સો 3 ટકા છે. એકંદરે, આઇફોનનો સૌથી મોટો ફાયદો તેની ડિઝાઇન અને બ્રાન્ડિંગથી આવે છે. તેની એસેમ્બલીથી નહીં. ભારતમાં આઇફોન એસેમ્બલ કરવાનો ખર્ચ લગભગ $30 છે. અમેરિકામાં તે અનેક ગણું વધશે. જો એપલ ભારતમાંથી આઇફોન એસેમ્બલી ખસેડશે. તો તેને ભારે ખર્ચ થશે. કારણ કે ભારતીય કામદારનો પગાર દર મહિને લગભગ 230 ડૉલર છે. જે અમેરિકા ગયા પછી લગભગ 2900 ડોલર થશે. આ મુજબ, એસેમ્બલી ખર્ચ જે ભારતમાં $30 હશે તે અમેરિકામાં લગભગ $390 થશે. આ ફક્ત એસેમ્બલી ખર્ચનો આંકડો છે. આમાં લોજિસ્ટિક ખર્ચ અલગ હશે.
ટેરિફ પછી આઇફોન
જો એપલ અમેરિકાની શરતો સ્વીકારે તો પણ, ભારતમાં એસેમ્બલ કરવું તેના માટે સસ્તું રહેશે. કારણ કે iPhone પર 25 ટકા ટેરિફ પછી, તેની કિંમત $30 થી વધીને $37.5 થશે. તે જ સમયે, જો અમેરિકા 100 ટકા આયાત ટેરિફ લાદે છે, તો આઇફોનનો એસેમ્બલી ચાર્જ $30 થી વધીને $60 થશે. જે અમેરિકાના $390 કરતા ઘણું ઓછું હશે.
100 ટકા ટેરિફ પછી પણ iPhone સસ્તો થશે
ભારતમાં એક આઇફોન એસેમ્બલ કરવા માટે કંપનીને કુલ $30નો ખર્ચ થાય છે. જો આપણે તેના પર 100 ટકા આયાત ટેરિફ ઉમેરીએ. પછી કુલ રકમ 60 ડોલર થશે. જે અમેરિકામાં આ કામ માટે સરેરાશ $390 ચાર્જ કરતા ઘણો ઓછો હશે. એકંદરે, મુદ્દો એ છે કે અમેરિકાની ધમકીથી ભારતને ખૂબ ઓછું નુકસાન થશે. કારણ કે જો એપલ એસેમ્બલી અમેરિકા શિફ્ટ કરશે તો તેને ભારે નુકસાન સહન કરવું પડશે. તેથી, ટિમ કૂક માટે ભારતમાં ઉત્પાદન બંધ કરવું ખૂબ મુશ્કેલ બનશે.