એલન મસ્કની કંપની સ્ટારલિંક ભારતમાં જલદી જ સેટેલાઇટ ઇન્ટરનેટ સર્વિસ શરુ કરી શકે છે. એક સ્ટારલિંક અનલિમિટેડે ડેટા પ્લાનનો મહિનાનો ખર્ચ લગભગ 840 રૂપિયા હોઇ શકે છે. કંપની શરુઆતમાં એક કરોડ ગ્રાહક બનાવવા ઇચ્છે છે. તો એેક નજર કરીએ કંપનીના હાર્ડવેયરની કિંમત શું છે. અને તેનો ખર્ચ કેટલો હોઇ શકે છે. ભારતનું બજાર ઇન્ટરનેટ માટે ફરી બદલાવાનું છે. જે ગ્રાહકોની સાથે અન્ય ટેલિકોમ કંપનીઓેને અસર કરશે.
શું છે કંપનીની પ્લાનિંગ ?
એલન મસ્કની કંપની સ્ટારલિંક અને બીજી સેટેલાઇટ ઇન્ટરનેટ કંપનીઓ જેમ કે, Bharti Groupની Eutelsat OneWeb, Reliance Jio અને SESનું જોઇન્ટ વેંચર અને Globalstar હવે દેશમાં પોતાની સેવા આપવા માટે તૈયારીઓ કરી રહ્યા છે. જો કે કંપનીઓએ આ માટે સત્તાવાર કિંમત શું રહેશે તેની જાહેરાત નથી કરી. પરંતુ રિપોર્ટ મુજબ સ્ટારલિંક ભારતમાં અનલિમિટેડ ડેટા પ્લાન માત્ર 10 ડૉલર એટલે 840 રૂપિયામાં આપી શકે છે. ભારત દુનિયાનું બીજું સૌથી મોટું ટેલિકોમ માર્કેટ છે. સ્ટારલિંક અહીં પોતાની પકડ મજબૂત કરવા ઇચ્છે છે. તો અહીં ઓછી કિંમતમાં બજારમાં પ્રવેશ કરવો સરળ સાબિત થઇ શકે છે.
માત્ર 840 રૂપિયામાં ઇન્ટરનેટ ?
ભારતમાં સેટેલાઇટ કંપનીનો પ્રવેશ માત્ર થોડા પગલા દુર છે. પરંતુ આ કંપનીઓને સ્પેક્ટ્રમ અને લાઇસેન્સ માટે મોટી રકમ ખર્ચ કરવી પડશે. શરૂઆતમાં આ કંપનીઓના ઇન્ટરનેટ પેક ઓછી કિંમતના હશે. જેનાથી વધુમાં વધુ ગ્રાહક જોડી શકાય છે. હવે આ તમામની વચ્ચે સમસ્યા એ છે કે, સ્ટારલિંક ભલે ડેટા સસ્તુ આપશે. પરંતુ તેનું હાર્ડવેયર મોંઘુ પડશે. સ્ટારલિંકના ડિશની કિંમત 21 હજાર 300 રૂપિયાથી લઇને 32 હજાર 400 રૂપિયા સુધી જઇ શકે છે. પરંતુ મહત્ત્વની વાત એ છે કે, ભારતમાં અન્ય બ્રાન્ડેડ કંપનીઓ 1 હજાર રૂપિયામાં 1 Gbps સ્પીડ, OTT સબ્સક્રિપ્શન અને અનલિમિટેડે ડેટા આપે છે.
લાઇસેન્સ સ્ટેટસ શું છે ?
Eutelsat OneWeb અને Jio-SESને ભારતમાં ઇન્ટરનેટ સેવા આપવા માટે મંજૂરી મળી ગઇ છે. સ્ટારલિંકને ટેલિકોમ ડિપાર્ટમેન્ટથી Letter of Intent મળ્યુ છે. હવે માત્ર સ્પેસ રેગુલેટર પાસેથી અંતિમ પરવાનગી મળવાની બાકી છે.
Airtel, Jio, Vi અને BSNLનું વધી શકે છે ટેન્શન?
જો સ્ટારલિંક ઓછી કિંમતમાં ગ્રાહકોને ઇન્ટરનેટ આપશે. તો વર્તમાન સમયમાં કામ કરી રહેલી ટેલિકોમ કંપનીઓને મોટો ફટકો પડી શકે છે.અને ખાસ કરીને જે ગામડાઓમાં સ્થાયી છે એવા ગ્રાહકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. ગામડાઓના વિસ્તારમાં ઇન્ટરનેટની સ્પીડ અને કનેક્ટિવિટી મોટો પડકાર છે.