શ્રીલંકામાં ભારે વરસારના કારણે મીઠાંના ઉત્પાદન પર મોટી અસર જોવા મળી રહી છે. અહીં મીઠું 125થી 145 રૂપિયા કિલોગ્રામ પર મળી રહ્યુ છે. ભોજનમાં મીઠાંની કમી જનતાને રોષ વ્યક્ત કરવા મજબૂર કરી રહી છે. બજારોમાં માત્ર હવે નામ પુરતુ જ મીઠું બચ્યુ છે. આવા સંકટના સમયમાં મિત્ર દેશ ભારત આગળ આવ્યુ છે. અને તેણે સારા મિત્ર તરીકે પોતાનો સંબંધ નિભાવ્યો છે. ભારતે 3050 મીટ્રિક ટન મીઠું મોકલાવીને મિત્રતા ભાવ દર્શાવ્યો છે.
મીઠાંની કિંમત 145 રૂપિયા કિલોગ્રામ
મીઠા વિનાનું ભોજન હમેંશા સ્વાદહીન લાગે છે. તેમા માત્ર ચપટી મીઠું નાંખો તો તેનો સ્વાદ તુરંત બદલાઇ જાય છે. જેમ જીવનમાં લાગણીઓ જરુરી છે. તેમ ભોજનમાં મીઠું હોવું આવશ્યક છે. ત્યારે આપણા પાડોશી દેશ શ્રીલંકામાં “સબરસ” એટલે કે મીઠાંની અછત શરુ થઇ છે. અહીં ભારે વરસાદના કારણે મીઠાના ઉત્પાદન્ન પર ભારે અસર જોવા મળી છે. શ્રીલંકા જે ચારેય બાજુ હિંદ મહાસાગરથી ઘેરાયેલો છે. જે આજે એક અજીબ સમસ્યાથી હેરાન છે. આ દેશમાં મીઠાંની કમી જોવા મળી રહી છે. અહીં ભારે વરસાદના કારણે પુરની સ્થિતિ પેદા થઇ. જેમાં મીઠું પાણીમાં ઓગળી ગયું અને વરસાદના કારણે તેનું ઉત્પાદન ઠપ્પ થયું. શ્રીલંકામાં હવે માત્ર 23 ટકા જ મીઠાંનું ઉત્પાદન થઇ રહ્યુ છે. જેના કારણે મીઠાંની કિંમત આસમાને પહોંચ્યા છે. 1 કિલો મીઠાની કિંમત 125થી લઇને 145 રૂપિયા છે. માર્ચ 2025થી લઇને સતત વરસાદના કારણે પુત્તલમ, હંબનટોટા અને એલિફેંટના સ્થળો ગંભીર રીતે પ્રભાવિત થયા છે. કુદરતી કહેરના કારણે મીઠું તો પાણીમાં ઓગળી ગયુ અને સાથે જ ઉત્પાદન પણ રોક્યુ છે.
જનજીવન થયુ અસ્તવ્યસ્ત
આ કુદરતી કહેરના કારણે સામાન્ય લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થયુ છે. રોજિંદા ખોરાકમાં મીઠાની કમી થતા ભોજન સ્વાદહીન લાગે છે. આ બધાની વચ્ચે ભારતે મિત્રતા અને પાડોશી દેશ હોવાની ફરજ નિભાવી છે. તેણે શ્રીલંકાને 3,050 મીટ્રિક ટન મીઠું મોકલાવ્યુ છે. સંકટના આ સમયમાં ભારતે પુરતી મદદ કરી છે. 2800 મીટ્રિટ ટન ભારતની સરકારી કંપની અને 250 મીટ્રિક ટન ખાનગી કંપનીઓમાંથી લેવામાં આવ્યુ છે. પરંતુ આ બધાની વચ્ચે ભારે વરસાદ હોવાના કારણે મીઠાંની ડિલિવરીમાં મોડું થઇ રહ્યુ છે. ભારત અગાઉ પણ શ્રીલંકાની મદદ કરી ચુક્યુ છે. 2022માં આવેલુ આર્થિક સંકટ હોય કે પછી દવાઓની કમી. કટોકટીના સમયે ભારતે સારા મિત્ર દેશ હોવાનું સાબિત કર્યુ છે.
સોશિયલ મીડિયા પર યુઝર્સનો રોષ
શ્રીલંકાના બજારોમાં મીઠાંની કમી જોવા મળી રહી છે. જેની અસર સામાન્ય જનતાના ઘરોમાં દેખાઇ રહી છે. જનતા પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યા છે. યુઝર્સ સોશિયલ મીડિયા પર લખી રહ્યા છે કે મીઠાંની કમી કાળાબજારને પ્રોત્સાહન આપી રહ્યુ છે. અન્ય એકે લખ્યુ છે કે મીઠું મેળવવા માટે દરેકે સ્થળે ભટકવું પડે છે. આ વર્ષે, સ્થાનિક ઉત્પાદનમાં સંપૂર્ણ સ્થિરતાને કારણે, સરકાર પર આયાત વધારવાનું દબાણ છે.