શરૂઆતમાં સામાન્ય દેખાતી ઢીંગલી અચાનક ખતરનાકરૂપ ધારણ કરે છે. અને વિચિત્ર ઘટનાઓની હારમાળા સર્જાય છે. જેને લઇને તમામ લોકોમાં ભય જોવા મળે છે. આ તમામ કિસ્સાઓમાં એક કારણ હતુ અને તે હતુ આત્માનો પડછાયો. ભૂત સાથે વાત કરી શકવાનો દાવો કરનાર એક વ્યક્તિએ કહ્યું હતુ કે, ઢીંગલીમાં એક યુવતીની આત્મા હતી. જેનું નામ એનાબેલ હતું. આ ઢીંગલી શોધનાર નર્સિંગ વિદ્યાર્થીએ કહ્યું કે આ ઢીંગલી તેના જીવનમાં ઘણી ડરામણી ઘટનાઓ લઇને આવી હતી.
વિચિત્ર ઘટનાઓ કેવી રીતે બની?
કહેવામાં આવે છે કે, આ ઢીંગલી નર્સ અને તેના મિત્રને ખૂબ ડરાવતી હતી. તેની સાથે ઘણી વિચિત્ર ઘટનાઓ બનતી હતી. જે બાબતો પ્રકાશમાં આવી તે કંઈક આ પ્રકારની હતી. એનાબેલ જાતે જ જગ્યાઓ પરથી ખસતી હતી. તે એક સ્થળ પરથી અન્ય સ્થળે જતી હતી. બાદમાં ઘરના વિવિધ ખૂણાઓમાંથી કાગળ મળી આવ્યા હતા. જેમાં નોંધ લખાયેલી હતી. આ નોંધમાં લખેલુ હતુ કે ‘મને મદદ કરો’. ‘એનાબેલ’. ઢીંગલીની આ હરકતો જોઇને ઘરમાં રહેતા લોકોને વિશ્વાસ થયો કે ડૉલ કોઇના કબ્જામાં છે. ઘરના સભ્યોએ જણાવ્યુ હતુ કે, તેમના શરીરમાં ઘણા અદ્રશ્ય ઘા અને શુષ્કતા છે. એવું લાગતું હતું કે જાણે કોઇ અજાણી શક્તિ તેની આસપાસ હતી. ક્યારેક ભયાનક અવાજો સંભળાતા અને ક્યારેક અચાનક ઠંડી હવાનો એક ઝંઝાવાત રૂમમાં આવતો હતો.
એનાબેલ ડૉલના ખતરનાક હુમલા
ઢીંગલીએ અચાનક નર્સના મિત્ર પર હુમલો કર્યો હતો. જેના કારણે તેનું શરીર વાદળી થઈ ગયું હતુ. અને તે ઘાયલ થઈ ગઈ હતી. એક નિર્જીવ વસ્તુ આટલી તાકાતથી હુમલો કરે તે અજીબ હતુ. એનાબેલ ડૉલ ભયનું બીજુ નામ બન્યુ હતુ.
ગુપ્ત સંગ્રહાલય અને એનાબેલ
વોરેન ઓકલ્ટ મ્યુઝિયમમાં વિવિધ પ્રકારની ભૂતિયા ઢીંગલી અથવા ભૂતિયા વસ્તુઓ રાખવામાં આવી હતી અને એનાબેલને તેમાંથી સૌથી લોકપ્રિય અને સૌથી ડરામણી વસ્તુઓમાંની એક માનવામાં આવતી હતી. જોકે નિયમ ઉલ્લંઘનને કારણે સંગ્રહાલય પાછળથી બંધ કરી દેવામાં આવ્યું હતું. પરંતુ ઢીંગલીને અન્ય સ્થળે કાચના બોક્સમાં સુરક્ષિત રાખવામાં આવી હતી.