રશિયા-યૂક્રેન યુદ્ધ પર ડૉનાલ્ડ ટ્રમ્પે પુતિનને ચેતવણી આપી છે. અને કહ્યુ છે કે તેઓ આગ સાથે રમત રમી રહ્યા છે. એલન મસ્કે ટ્રમ્પને અલવિદા કહીને અમેરિકી સરકારમાંથી રાજીનામું આપ્યુ છે. પરંતુ આ બધાની વચ્ચે પુતિન સાથેની મસ્કની ખાસ મિત્રતા કારણભૂત હોવાની શંકા સેવાઇ રહ્યા છે. ડૉનાલ્ડ ટ્રમ્પના ‘બિગ બ્યૂટીફુલ બિલ’ના કારણે મસ્ક અને ટ્ર્મ્પ વચ્ચે નારાજગી સર્જાઇ છે.
ટ્રમ્પની સરકારમાં હંગામો કેમ ?
અમેરિકાની રાજનીતિમાં હાલ એક અલગ જ પ્રકારની હલચલ જોવા મળી રહી છે. એક તરફ અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્ર્મ્પ પુતિન પર રોષે ભરાયા છે. તો બીજી તરફ, ટ્રમ્પના વિશ્વાસુ એલન મસ્કે રાજીનામું આપીને આગમાં ઘી નાંખવાનું કામ કર્યુ છે. મસ્કે ટ્રમ્પ સાથે તમામ સંબંધો તોડ્યા છે. હવે આ રાજકીય ભૂકંપ વચ્ચે પુતિનને સમગ્ર ઘટના માટે જવાબદારી ઠેરવવામાં આવી રહ્યુ છે. રાષ્ટ્રપતિ બનતાની સાથે જ ડૉનાલ્ડ ટ્ર્મ્પે મસ્કને મહત્વની જવાબદારી સોંપી હતી. તેઓએ મસ્કને સરકારી કાર્યક્ષમતા વિભાગ એટલે કે DOGEના ખાસ સરકારી કર્મચારી બનાવ્યા હતા. મસ્કનું કામ હતુ સરકારી ખર્ચાઓમાં કાપ મુકવો. પરંતુ જ્યારે ટ્રમ્પે ‘બિગ બ્યૂટીફુલ બિલ’ રજૂ કર્યુ હતુ ત્યારે એલન મસ્કે આ બિલનો વિરોધ કર્યો હતો. અને બાદમાં ટ્રમ્પને રાજીનામું સોંપીને પોતાની ભૂમિકા સમાપ્ત કરી હતી.
શું પુતિન હવે દુશ્મનની ભૂમિકામાં ?
એલન મસ્ક અને પુતિન વચ્ચેની વધતી મિત્રતાને જોતા ડૉનાલ્ડ ટ્રમ્પે લાલ આંખ કરી છે. અને જણાવ્યુ છે કે, તેઓ આ મામલે રશિયા પર નવા પ્રતિબંધ લાદશે. પુતિન સાથે ટ્રમ્પની બેઠક રદ્દ થતા આ મામલો હવે વધુ બિચકાયો છે. મસ્ક અને પુતિન વચ્ચે મિત્રતા ગાઢ બનતા મસ્કે જાહેરમાં પુતિનની પ્રશંસા પણ કરી છે. હવે સ્થિતિ એ સર્જાઇ છે કે, અમેરિકા રશિયા વિરુદ્ધ પ્રદર્શનો કરવાના મૂડમાં છે.