અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પને મીડિયાએ એક નવું નામ આપ્યુ છે. જેનો અર્થ પણ કંઇક અલગ જ છે. આ નવું નામ એ દરમિયાન અપાયુ છે જ્યારે તેઓ દુનિયાભરમાં ટૈરિફ લગાવવા માટે વ્યસ્ત હતા. અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પનું નવુ નામ છે TACO. જેનું પૂર્ણ નામ છે Trump Always Chickens Out. અને તેનો અર્થ થાય છે કે, ટ્રમ્પ હમેંશા અંતમાં પીછેહટ કરે છે. ટૈરિફના વારંવાર બદલાયેલા નિયમોને કારણે ટ્ર્મ્પને આ નવું નામ આપવામાં આવ્યુ છે.
શું છે નવા નામ પાછળનું સત્ય ?
TACO નામનો શબ્દ ત્યારે અસ્તિવમાં આવ્યો જ્યારે ટ્રમ્પે ચીન અને યૂરોપીય સંઘ એટલે EUને ટૈરિફ અંગે ધમકી આપી હતી. પરંતુ પછીથી તેઓએ તેમના નિવેદનોથી પીછેહટ કરી હતી. ટ્રમ્પે પહેલા ચીન પર આયાતી વસ્તુઓ માટે 145 ટકા ટૈરિફની જાહેરાત કરી હતી. અને પછીથી તેને ઘટાડીને 100 ટકા અને અંતમાં 30 ટકા કર્યુ હતુ. એવી જ રીતે જ્યારે 1 જૂનથી EU ઉત્પાન વસ્તુઓ પર 50 ટકા ટૈરિફ લગાવવાની વાત કરી હતી. અને જેના કારણે સ્ટોક માર્કેટ પડ઼ી ભાંગ્યુ હતુ. અને બાદમાં ટ્રમ્પે ફેરવી તોળતા જણાવ્યુ હતુ કે, 9 જુલાઇ સુધી તેઓ રાહ જોશે. હવે EU સાથે વાતચીત સકારાત્મક દિશામાં જઇ રહી છે. જ્યારે એક રિપોર્ટે ટ્રમ્પને TACO શબ્દ પર પ્રતિક્રિયા આપવા જણાવ્યુ ત્યારે રાષ્ટ્રપતિએ કહ્યુ હતુ કે, આંતરરાષ્ટ્રીય સ્તરે સોદા કરવા, કરાર કરવા માટે મારે દબાણ કરવુ પડે છે. પરંતુ આ શબ્દ મે ક્યારેય પણ નથી સાંભળ્યો.
અગાઉ પણ નિવેદનો પર નથી રહ્યા કાયમ
આ પ્રથમવાર નથી કે તેઓ પોતાના નિવેદનો ફેરવી તોળી છે. અગાઉ તેઓએ 2 એપ્રિલના રોજ મોટા ભાગના દેશો પર ટૈરિફ લગાવવા મામલે જાહેરાત કરી હતી. પરંતુ આ ટૈરિફ 9 એપ્રિલથી લાગુ કરવામાં આવ્યા હતા. પરંતુ ગણતરીના કલાકોમાં તેઓએ ચીન સિવાય અન્ય તમામ દેશને 90 દિવસનો સમય આપ્યો હતો. જેના કારણે શેર બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. ટ્રમ્પના TACO નામમાં ”ટ્રમ્પ ઓલ્વેઝ ચિકન આઉટ’માં ટ્રમ્પની પીછેહટ તેમને વિશ્વાસુ વ્યક્તિની વ્યાખ્યામાંથી અલગ કરે છે.