ભારત-પાકિસ્તાન સીઝફાયર મામલે વારંવાર અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે પોતાને શ્રેય આપ્યો છે. પરંતુ શું તમે જાણો છો કે વારંવાર શ્રેય લેવા પાછળ શું કારણ છે. ટ્રમ્પે ભારત અને પાકિસ્તાન સીઝફાયરનો શ્રેય પોતાની ટ્રેડ પોલિસીને સફળ સાબિત કરવા માટે લીધો છે. પરંતુ અમેરિકાની કોર્ટે તેમની દલીલોને ફગાવીને ટૈરિફ પર રોક લગાવી છે. કોર્ટે જણાવ્યુ છે કે, વ્હાઇટ હાઉસે કાયદાનો દુરપયોગ કર્યો છે.
અમેરિકાના પોકાળ દાવાનો પર્દાફાશ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ ભારત-પાકિસ્તાન સીઝફાયર મુદ્દે પોતાને રાજાની જેમ રજૂ કરી રહ્યો છે. તેઓએ વારંવાર દાવો કર્યો છે કે, ટ્રેડ પોલિસીના કારણે ભારત-પાકિસ્તાન પરમાણુ યુદ્ધ રોકાયુ છે. અને યુદ્ધ વિરામ થયો છે. તેઓએ વધુમાં જણાવ્યુ હતુ કે, જો બન્ને દેશ વચ્ચે સીઝફાયર ન થયુ હોત તો અમેરિકા તેમનું ટ્રેડ બંધ કરી દીધુ હોત. આ તમામ મામલાની વચ્ચે ભારતે અમેરિકાના પોકળ દાવાની પોલ ખોલી છે. અને કહ્યુ છે કે યુદ્ધવિરામ બન્ને દેશ એટલે કે ભારત-પાકિસ્તાનની સહમતિથી થયુ છે. તેના અન્ય કોઇ ત્રીજા પક્ષનો હસ્તક્ષેપ નથી. પરંતુ હવે જાણવા મળ્યુ છે કે, ટ્રમ્પની આ ક્રેડિટ પોલિસી માટે રણનીતિ હતી. પરંતુ અમેરિકાની કોર્ટે તેમને ફટકાર લગાવતા તમામ દાવાઓ જનતા સામે આવ્યા છે. અમેરિકાની કોર્ટ ઓફ ઇન્ટરનેશનલ ટ્રેડે રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પના ટૈરિફ પર રોક લગાવી છે. કોર્ટે જણાવ્યુ છે કે, વ્હાઇટ હાઉસે કાયદાનો દુરપયોગ કર્યો છે. જે સંવિધાન વિરુદ્ધ છે.
કોર્ટમાં કરાઇ કઇ દલીલો ?
ટ્રમ્પ સરકારે કોર્ટમાં દલીલ કરી હતી કે તેમની આ ટ્રેડ પોલિસીએ દુનિયામાં થતા આર્થિક નુકસાનને બચાવ્યુ છે. તેઓનું તર્ક હતુ કે ભારત અને પાકિસ્તાન વચ્ચે સીઝફાયર તેમની જ યોજનાઓનો કમાલ છે. ટ્રમ્પે વધુમાં જણાવ્યુ હતુ કે, જો ટ્રેડનો દબાવ ન હોત તો પરમાણુ યુદ્ધ થઇ જાત. હવે હકીકત સામે આવે છે કે, ભારત-પાકિસ્તાન વચ્ચેના યુદ્ધવિરામનો શ્રેય ટ્રમ્પ એટલા માટે લઇ રહ્યા હતા કે, તેઓ કોર્ટમાં પોતાની ટ્રેડ પોલિસી વિશે સત્ય દર્શાવી શકે. આનો અર્થ એ છે કે, આંતરરાષ્ટ્રી શાંતિ પ્રક્રિયાને તેઓએ પોતાના અંગત સ્વાર્થ માટે ઉપયોગ કર્યો હતો.