જાપાનના હોકાઇડો નજીક ભૂકંપના આંચકાનો અનુભવ કરવામાં આવ્યો છે. જાપાન હવામાન એજન્સીએ જણાવ્યુ હતુ કે, શનિવારે સાંજે હોકાઇડોના દરિયા કિનારાના વિસ્તારમાં 6.1ની તીવ્રતાનો ભૂકંપ નોંધવામાં આવ્યો છે. જાપાનમાં ધરતી ધ્રુજી ઉઠતા લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. સ્થાનિકો પોતાનું જીવ બચાવવા માટે ઘરોમાંથી બહાર નીકળી આવ્યા હતા. ભૂકંપ દરમિયાન કોઇ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.
6.1 ની તીવ્રતાનો ભૂકંપ
31 મેના રોજ જાપાનના હોકાઇડો પર 6.1ની તીવ્રતાનો ભૂકંપ નોંધવામાં આવ્યો છે. જેનું કેન્દ્ર 20 કિમીની ઊંડાઈએ હતું. સુનામીની કોઈ ચેતવણી જાહેર કરવામાં આવી નથી. અને કોઈ નુકસાન પણ થયું નથી. સ્થાનિકો હાલ સુરક્ષિત છે. અને સુરક્ષિત સ્થળે પહોંચ્યા છે. પરંતુ ખાસ તકેદારી રાખવા માટે જનતાને જણાવવામાં આવ્યુ છે. હાલ દેશ-વિદેશમાં ભૂકંપની ઘટના વધુ જોવા મળી રહી છે.
ભૂકંપમાં કોઇ નુકસાન નથી
જાપાનની હવામાન એજન્સીએ કહ્યુ હતુ કે, 31 મેના રોજ સાંજ જાપાનના હોકાઇડો પર 6.1ની તીવ્રતાનો ભૂકંપ નોંધવામાં આવ્યો હતો. આ ભૂકંપ 20 કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો. એજન્સીએ જણાવ્યું હતું કે ભૂકંપનું કેન્દ્ર હોકાઇડોના પૂર્વ કિનારે હતું. તેમાં કહેવામાં આવ્યું છે કે સુનામીની કોઈ ચેતવણી જાહેર કરવામાં આવી નથી. નુકસાન વિશે કોઈ માહિતી મળી નથી. હાલ તમામ લોકો સુરક્ષિત છે.