યુક્રેન-રશિયા વચ્ચે યુદ્ધની વચ્ચે રશિયામાં એક મોટી દુર્ઘટનાના સમાચાર મળી રહ્યા છે. રશિયાના અધિકારીઓએ જણાવ્યુ કે યુક્રેન બોર્ડર પાસે રશિયા બ્રાયન્સ્ક વિસ્તારમાં પુલ ધરાશાયી થયો હતો, તેના પરથી પસાર થવાની હતી તે ટ્રેન ઉથલી પડી હતી. આ અકસ્માતમાં 7 લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે. 30થી વધુ લોકો ઇજા પામ્યા છે. જેમને તાત્કાલીક ધોરણે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. રિપોર્ટ અનુસાર આ અકસ્માત રેલવેના સંચાલનમાં વિક્ષેપને કારણે સર્જાયો હતો.
પુલ ધરાશાયી થતા મોટો અકસ્માત થયો
રશિયામાં એક પુલ ધરાશાયી થતા આ ટ્રેન અકસ્માત સર્જાયો હતો. ટ્રેન પાટા પરથી ખડી પડી હતી અને 7 લોકોના કમકમાટી ભર્યા મોત થયા હતા. આ અકસ્માતનો કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર હાલ વાયરલ થઇ રહ્યા છે.
હોસ્પિટલમાં દાખલ કરેલા દર્દીઓમાં બે બાળકોનો સમાવેશ થાય છે
હોસ્પિટલમાં દાખલ કરેલા દર્દીઓમાં બે બાળકોનો સમાવેશ થાય છે જેમા એકની હાલત ખુબજ નાજુક છે. મરનારમાં એક લોકોમોટિવ ડ્રાઇવરનો સમાવેશ થાય છે. ટ્રેડ સ્કોપ નામના એક સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ ઘટનાના વીડિયો અને તસવીરો સામે આવી રહી છે.
રાહત બચાવ કામગીરી પુરજોશમાં
રશિયામાં બચાવ કરતી ટીમે આ મામલે સોશિયલ મીડિયા પર અપડેટ આપતા જણાવ્યુ છે કે જેવા સમાચાર મળ્યા કે આવી કોઇ ઘટના બની છે તાત્કાલીક ધોરણે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી જો કે અકસ્માતનો ભોગ બનેલા 7 લોકોને બચાવી શકાયા ન હતા જેમના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત થયા છે તો ઇજાગ્રસ્તોને તાત્કાલીક સારવાર મળી રહે તે માટે એબ્યુલન્સ બોલાવવામાં આવી હતી. સ્થાનીકો પણ બચાવકામગીરીમાં જોડાયા હતા અને પુરતી મદદ કરી હતી.
જો કે આ મામલે હજુ સુધી યુક્રેન તરફથી કોઇ નિવદેન સામે આવ્યુ નથી. આ અકસ્માત એકદમ યુક્રેનની સરહદ પાસે આવેલ રશિયામાં બ્રાયન્સ્ક વિસ્તારમાં થયો હતો.
વીડિયો આવ્યો સામે
સોશિયલ મીડિયા પર આ દુર્ઘટનાના અનેક વીડિયો જોવા મળે છે. આ વીડિયોમાં ટ્રેનની હાલત અને બચાવકામગીરી જોઇ શકાય છે. જે પુલ તૂટ્યો છે તેના પર એક ટ્રક પણ જોઇ શકાય છે જેની સામે એક ગાડી ફસાયેલી જોવા મળે છે. આ અકસ્માતમાં અનેક ગાડીઓને નુકસાન પહોચ્યુ છે.