વ્હાઈટ હાઉસે શનિવારે જાહેરાત કરી છે કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ટુંક સમયમાં નાસાના પ્રમુખ પદ પર નવા ઉમેદવારની જાહેરાત કરશે. આ સાથે એ પણ જણાવવામાં આવ્યું છે કે ટેકનોલોજીના કીંગ ગણાતા એવા ઈસાકમેન હવે નાસાના પ્રમુખપદેથી હટી જશે. આ કાર્યવાહી પાછળ કોઈ ચોક્કસ કારણ જણાવવામાં આવ્યું નથી, પરંતું આ પગલું સીનેટના ઈસાકમેનના નામ પર મતદાન થવાનું હતું તે પહેલા જ લેવામાં આવ્યું છે.
વ્હાઈટ હાઉસની પ્રવક્તા લિજ હયૂસ્ટને જણાવ્યું હતું કે નાસાનો આગળના નેતા એવા હોવા જોઈએ જે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નીતિ સાથે પુરી રીતે મેચ થઈ જાય. રાષ્ટ્રપતિ ટ્રમ્પ ટુંક સમયમાં નવા ઉમેદવારની ઘોષણા કરશે.
ઈસાકમેનની ઉમેદવારી
ઈસાકમેનને ડિસેમ્બર 2024માં નાસાના પ્રમુખ પદ પર ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. તેમની આ ઉમેદવારીને નાસામાં ખૂબ આશ્ચર્યથી જોવામાં આવી હતી. ઈસાકમેને હાલમાં જ સીનેટ કોમર્સ કમીટી સામે પોતાની ઉમેદવારી વિશે જણાવ્યું હતું.
આ સાથે રાષ્ટ્રપતિ ટ્રમ્પે સોશિયલ મિડીયા પર એક પોસ્ટમાં લખ્યું હતું કે અગાઉની કેટલીક તપાસ બાદ મેં જેરેડ ઈસાકમેનની ઉમેદવારીને પાછી ખેંચી લીધી છે. હું ટુંક સમયમાં એવા ઉમેદવારની જાહેરાત કરીશ જે મિશન સાથે જોડાયેલો હશે અને અમેરિકાના સ્પેશમાં જવાબદારી નિભાવી શકે.
ન્યૂઝ એજન્સીઓ પાસેથી મળતા અહેવાલ પ્રમાણે વ્હાઈટ હાઉસ ઈસાકમેનની ઉમેદવારી પાછી ખેંચવાની યોજના બનાવી રહ્યું હતું. ઈસાકમેનના સમર્થકોને આ ભય સતાવતો જ હતો કે એલન નસ્કના રાજીનામા બાદ ટ્રમ્પ ઈસાકમેનની ઉમેદવારી પાછી ખેંચી લેશે