ઇટાલીના એક પ્રોફેસરે પીએમ જ્યોર્જિયા મેલોનીની પુત્રી પર આપત્તિજનક ટિપ્પણી કરી છે. જેને લઇને દેશમાં રોષ જોવા મળી રહ્યો છે. અને ચારેય બાજુ આક્રોશ ફેલાયો છે. વાતાવરણમાં તંગદિલી જોતા પ્રોફેસરે બાદમાં સમગ્ર મામલે માફી પણ માગી હતી. પરંતુ આ તરફ, સરકારે પ્રોફેસર સામે કાર્યવાહી હાથ ધરી છે. ઇટાલીના પીએમ જ્યોર્જિયાએ વર્ષ 2016માં તેમની પુત્રીને જન્મ આપ્યો હતો.
જ્યોર્જિયા મેલોની અને શી જિનપિંગની પુત્રી
શી જિનપિંગ બાદ હવે ઇટાલીના પીએમ જ્યોર્જિયા મેલોની પુત્રી ચર્ચામાં છે. આ ચર્ચાનું કારણ છે પ્રોફેસરની ટિપ્પણી. એક પ્રોફેસરે જ્યોર્જિયા મેલોનીની પુત્રી અભદ્ર ટિપ્પણી કરી હતી. જેને લઇને સમગ્ર ઇટાલીમાં તેમની ટીકા થઇ હતી. અને હવે સરકાર પણ કાર્યવાહી કરવાના મૂડમાં છે. અને પ્રોફેસરને તેમના સ્થાન પરથી દૂર કરવા માટે તૈયારીઓ કરી છે. પ્રોફેસરે જ્યોર્જિયા મેલોનીની પુત્રી પર ગંદી ટિપ્પણી કરી હતી.
કોણ છે આ પ્રોફેસર અને શું હતી ટિપ્પણી?
પ્રોફેસર નેપલ્સ પ્રાંતની એક હાઇ સ્કૂલમાં શિક્ષણ આપે છે. જર્મની ભાષાની પ્રોફેસરનું નામ સ્ટેફાનો અડેઓ છે. એક ઘટના દરમિયાન તેઓ આવેગમાં આવ્યા હતા. અને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. તેઓએ ઇટાલીના પીએમ જ્યોર્જિયા મેલોની પુત્રી પર ટિપ્પણી કરી હતી. તેઓએ પોસ્ટમાં લખ્યુ હતુ કે, જ્યોર્જિયા મેલોની આવી ઘટના ત્યારે સમજશે જ્યારે તેમની પુત્રી સાથે મૃત્યુની ઘટના બનશે. પ્રોફેસર સ્ટેફાનો અડેઓની આ પોસ્ટ બાદ વિવાદ ઘેરાયો હતો. અને તેમની ટીકા કરવામાં આવી હતી. વિવાદોનું વંટોળ જોયા બાદ પ્રોફેસર સ્ટેફાનો અડેઓએ માફી માગી હતી. તેણે માફી માગતી જણાવ્યુ હતુ કે, તેઓએ આ ગંદી વાત કેમ લખી તે પજુ સુધી તેમની સમજને બહાર છે.