રશિયા-યૂક્રેન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ હવે નિર્ણાયક વળાંક પર છે. યુક્રેને રશિયાના હવાઇ સ્થળો પર મોટો હુમલો કર્યો હતો. 41 જગ્યાએ વિનાશ વેર્યો હતો. જે ઇસ્તાંબુલમાં શાંતિ વાર્તાના એક દિવસ અગાઉ જ થયા છે. ઇસ્તાંબુલમાં બન્ને દેશ રશિયા અને યૂક્રેન વચ્ચે બીજીવાર શાંતિ વાર્તા થવાની છે. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેસ્કીએ જણાવ્યુ હતુ કે, જો આ શાંતિ વાર્તા સફળ નહી થાય તો રશિયા પર નવા પ્રતિબંધ લાદવામાં આવે.
યૂક્રેનનું NATO પર દબાણ
રશિયા-યૂક્રેન વચ્ચે યુદ્ધ સમાપ્ત થાય તે માટે દુનિયાભરમાં પ્રયત્નો શરુ છે. આ યુદ્ધના કારણે મોટા ભાગના દેશોમાં નુકસાન થઇ રહ્યુ છે. વેપાર નીતિ પર અસર જોવા મળી રહી છે. રશિયા-યૂક્રેન તુર્કિયેની રાજધાની ઇસ્તાંબુલમાં બીજીવાર શાંતિ વાર્તા કરશે. વર્ષ 2022માં પ્રથમવાર શાંતિ વાર્તા હાથ ધરાઇ હતી. પરંતુ જે સ્થિતિ હાલમાં પેદા થઇ છે. તેને જોતા લાગી રહ્યુ છે કે, બન્ને દેશ વચ્ચે શાંતિ વાર્તાથી પણ કોઇ નિવારણ આવી શકે છે. યૂક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેસ્કીએ જણાવ્યુ હતુ કે, તેઓ શાંતિ સ્થાપવા માટે કોઇપણ પગલા લઇ શકે છે. યૂરોપ મહાદ્રીપમાં સ્થિત લિથુઆનિયામાં નાટો દેશની બેઠકમાં ઝેલેસ્કીએ કહ્યુ હતુ કે, તેઓ શાંતિના વાતાવરણ માટે કોઇપણ કાર્ય કરી શકે છે. પરંતુ જો રશિયા શાંતિ વાર્તાને યોગ્ય સ્થાને નહી લઇ જાય અને તેને અસફળ બનાવે તો તેમના પર નવા પ્રતિબંધ મુકવામાં આવે. મોટી સંખ્યામાં રશિયાના વિમાનો નષ્ટ કરવામાં આવ્યા છે. જેને જોતા હવે રશિયાએ શાંતિ વાર્તામાં યોગ્ય પક્ષ મુકવો જ પડશે. રશિયાએ સમજવુ જોઇએ કે, યુદ્ધના કારણે મોટું નુકસાન થાય છે.
યૂક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેસ્કીની માગ
યૂક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેસ્કીએ માગ કરી છે કે, રશિયા જો શાંતિ વાર્તા દરમિયાન વાત નહી માને તો તેના પર અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ તરફથી કરવામાં આવેલા વચનો અનુસાર કડક પ્રતિબંધ લગાવવામાં આવે. રશિયાનું તેલ અને ટેંકરો પર પ્રતિબંધ, તેલની કિંમત નક્કી કરવાની મર્યાદા, રશિયાની બેંક અને નાણાંકીય સંસ્થાનો પર કડક આર્થિક કારવાહી કરવી જોઇએ.