એફપીવી ડ્રોન્સમાં સામેની બાજુ કેમેરા લગાવવામાં આવે છે. જે ઓપરેટરને લાઇવ લોકેશન મોકલે છે. જેના કારણે ડ્રોન્સની સટીક ઉડાનમાં મદદ મળે છે. 18 મહિનાની મહેનત બાદ યૂક્રેને રશિયા પર કર્યો હુમલો. જેમાં રશિયાને મોટું નુકસાન થયુ છે. આ હુમલામાં ગણી ન શકાય એટલી મોટી કિંમતનું નુકસાન થયુ છે. યૂક્રેનના ઓપરેશન સ્પાઇડર્સ વેબે રશિયામાં હાહાકાર મચાવ્યો છે. આ હુમલાને રશિયાના રાષ્ટ્રપતિ પુતિન ભાગ્યે જ ભૂલી શકે છે. કારણ કે આટલી મોટી કિંમતનું નુકસાન કોઇ દેશ ભોગવી શકે તેમ નથી. પરંતુ યૂક્રેન જેવા દેશે રશિયા પર હુમલો કરીને પોતાની છાપ છોડી છે. અને કોઇને પણ નાનું ન સમજવાની શીખ આપી છે.
હુમલો કરવા માટે 18 મહિનાની સખત મહેનત
યૂક્રેનના ઓપરેશન સ્પાઇડર્સ વેબે રશિયામાં કરોડોનું નુકસાન કર્યુ છે. 18 મહિનાની સખત મહેનત બાદ યૂક્રેને રશિયાની સરહદના 4 હજાર કિમી અંદર જઇને હુમલો કર્યો છે. ટ્રકોમાં લાકડાના ડબ્બામાં છુપાવીને AI અને ઓટો હોમિંગ ટેક્નોલોજીથી ભરપૂર 116 ડ્રોન્સને રશિયાની સરહદ સુધી પહોંચાડવામાં આવ્યા હતા. જેના કારણે મોટી સંખ્યામાં એયરબેસને નુકસાન થયુ છે. ટીયૂ-95, ટીયૂ-22 બોમ્બ વિસ્ફોટક, એ-50 રડાર ડિટેક્શન અને કમાન્ડ વિમાન ધ્વસ્ત કરવામાં આવ્યા છે. રશિયાના 41 વિમાનનો નાશ કરવામાં આવ્યો છે.
રશિયાને કેટલું થયુ નુકસાન ?
એસબીયૂએ ડ્રોન્સથી સજ્જ એક ટ્ર્કને રશિયા મોકલ્ય હતુ અને પ્રમુખ મિલિટ્રી એયરબેસ પાસે પાર્ક કર્યુ હતુ. લાકડાના ડબ્બામાં છુપાવીને AI અને ઓટો હોમિંગ ટેક્નોલોજીથી ભરપૂર 116 ડ્રોન્સને રશિયાની સરહદ સુધી પહોંચાડવામાં આવ્યા હતા. અને તેને રિમોટ દ્વારા કંટ્રોલ કરવામાં આવતા હતા. હુમલાની રાત તેમને દુરથી સંકેત મળ્યા હતા. છત ખુલ્યા બાદ એક જૂથમાં ડ્રોન્સ બહાર નિકળ્યા હતા. અને તેઓએ રશિયા પર હુમલો કર્યો હતો. રશિયામના 5 એરપોર્ટ, 41 વિમાન નાશ કર્યા હતા. અને મોટાભાગની સાધનો ક્ષતિગ્રસ્ત કર્યા હતા. રશિયાના જે હથિયાર તબાહ થયા છે તેની કિંમત 7 બિલિયન ડૉલર છે. ભારતીય ચલણ પ્રમાણે 5 ખરબ, 97 અરબ, 73 કરોડ, 93 લાખ, 49 હજાર, 900 રૂપિયા આંકવામાં આવ્યુ છે. યૂક્રેનને ફર્સ્ટ પર્સન વ્યૂથી હુમલો કર્યો હતો. FPV એક નાનકડી ફ્લાઇંગ મશીન છે. જેના સામે કેમેરો લગાવવામાં આવે છે. આ કેમેરો ઓપરેટરને લાઇવ લોકેશન મોકલે છે. જેણે સ્પેશ્યલ ચશમો પહેર્યો હોય છે. જેના કારણે લાઇવ લોકેશન જોઇ શકાય છે. આનો ઉપયોગ યુદ્ધમાં પણ થાય છે. મુરમંસક, ઇકુત્સક, ઇવાનોવો, રિયાઝન અને અમુર સામેલ છે. જેમાં નુકસાનીનો આંકડો સામે આવ્યો નથી.