યૂટ્યૂબની દુનિયામાં એક નવો ઈતિહાસ રચાયો છે. જાણીતા કન્ટેન્ટ ક્રિએટર MrBeast જેનુ નામ જિમી ડોનાલ્ડસન છે, તે હવે 400 મિલિયન એટલે કે 40 કરોડ સબસ્ક્રાઈબરનો આંકડો પાર કરવાવાળા પહેલા યૂટ્યૂબર બની ગયા છે. આ આંકડો તેમણે 2 જૂન 2025 એ પાર કર્યો અને તેની સાથે યૂટ્યૂબ પર સૌથી વધુ સબસ્ક્રાઈબર મેળવવાનો ખિતાબ પણ પોતાના નામે કરી લીધો.
ના આ અચિવમેન્ટથી તેના ફેન્સ ખૂબ ખુશ છે અને સોશિયલ મિડીયા પર તેને અભિનંદન આપી રહ્યા છે. ઘણા લોકો તેને ઈન્ટરનેટના ઈતિહાસની સૌથી મોટી સિદ્ધિ કહી રહ્યા છે.
જૂનુન સાથે શરૂ કર્યો હતો સફર
જિમીએ યૂટ્યુબ પર પોતાના સફની શરૂઆત વર્ષ 2012માં કરી હતી. ત્યારે તેમણે “MrBeast6000” ના નામથી વિડીયો અપલોડ કરવાનું શરુ કર્યુ હતું. શરૂઆમાં તેઓ ગેમિંગ વિડીયો અને કોમેન્ટ્રી બનાવતા હતા. પછી તેમણે ધીમે ધીમે કન્ટેન્ટ પર ફોકસ કર્યું. જેમ કે 100000સુધી ગણતરી કરવી, કલાકો સુધી એક જ શબ્દ બોલવો અને બીજી પણ ઘણી ચેલેન્જ પુરી કરવી. આ વિચિત્ર આઈડિયાને કારણે તેમની ચેનલ ખૂબ ઝડપથી ફેમસ થઈ ગઈ અને જોત જોતામાં એક લેવલ પર પહોંચી ગઈ.
મેહનત અને લગનની મિસાલ
400 મિલિયનનો આંકડો ફક્ત નંબર જ નહીં પણ તેની વર્ષોની મહેનતસ લગન અને સતત નવું કરતા રહેવાનાન વિચારનું પરીણામ છે. તેમણે પોતે જ એક પોસ્ટમાં જણાવ્યું હતું કે જ્યારે તેઓ શરૂઆત કરી રહ્યા હતા ત્યારે લોકોએ તેમને પાગલ કહ્યા હતા, પરંતું તેમણે ક્યારેય હાર માની નહીં. તેમણે લખ્યું કે, મેં મારી માતાને કહ્યું હતું કે હું બેઘર થઈ જાવ તો પણ ચાલશે, પણ વિડીયો બનાવવાનું નહીં મુકું. આજે હું રોજ એક ગોલ સાથે ઉઠું છુ અને તેનો ધ્યેય યૂટ્યૂબ અને તમને જા. છે. 400 મિલિયન માટે ઘન્યવાદ..!
MrBeast પોતાના વિચિત્ર સ્ટેટ્સ માટે જ નહીં પરંતું પોતાના દાન અને ચેરિટીના કામો માટે પણ જાણીતા છે. તેમણે ક્યારેક કોઈની આંખોની જોવાની શક્તિ પાછી અપાવીને તો ક્યારેક જરૂરિયાત મંદોને ઘર અને પૈસા આપીને હજારો લોકોની મદદ કરી છે.