ફેસબુક, ઈનસ્ટાગ્રામ અને વોટ્સઅપ જેવા સોશિયલ મિડીયા પ્લેટફોર્મ ચલાવવાવાળી મેટા કંપનીએ એક નવુ પગલુ ભર્યું છે, જેના વિશે કોઈએ ક્યારેય વિચાર્યું નહોતું. મેટાના સીઈઓ માર્ક ઝુકરબર્ગે અમેરિકાની ન્યૂકિલર એનર્જી કંપની કોન્સ્ટેલેશન એનર્જી સાથે મોટી ડીલ કરી છે. આ પહેલી વખત છે કે જ્યારે કોઈ મોટી ટેક કંપનીએ સીધો પરમાણુ ઉર્જા કંપની સાથે જોડાણ કર્યું હોય. પરંતું સવાલ એ છે કે અંતે સોશિયલ મિડીયા કંપનીને પરમાણુ પાવર પ્લાન્ટ સાથે ભાગીદારી કરવાની શરું જરુર પડી?
વાસ્તવમાં મેટાનો આ નિર્ણય આવનારા સમયની તૈયારીઓનો એક ભાગ છે. આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્ટ્સ અને ભારે ભરખમ ડેટા સેન્ટર્સને યોગ્ય રીતે ચલાવવા માટે બહુ વધારે વિજળીની જરૂર પડે છે. અમેરિકામાં છેલ્લા બે દશકોમાં પહેલી વખત વિજળીની ડિમાન્ડમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. તેની પાછળ AI અને ટેકનોલોજીનો વધતો જતો ઉપયોગ છે.
મેટા આવનારા સમયમાં પોતાની ડિજીટલ સેવાઓને સતત ચાલુ રાખવા માટે વિજળીની સપ્લાયને લઈને પહેલેથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. આજ કારણે કંપનીએ પરમાણુ એનર્જી પ્લાન્ટ સાથે જોડાવાનો નિર્ણય લીધો છે જેથી તેમને ભવિષ્યમાં વિજળીની અછત ન વર્તાય.
સબસિડી પુરી, મેટા ફક્ત સહારો
કોન્સ્ટેલેશન એનર્જીનો આ પરમાણુ પાવર પ્લાન્ટ અમેરિકાના ઈલિનોઈશ રાજ્યમાં છે. અત્યાર સુધી આ કંપનીન સરકાર પાસેથી સબસિડી લઈને કામ કરી રહી હતી કારણકે પરમાણુ પ્લાન્ટથી કાર્બન ફ્રી વિજળી બને છે. પરંતુ વર્ષ 2027 પછી આ સબસિડી પુરી થઈ જશે. જેનાથી કંપનીને આર્થિક તકલીફો થઈ શકે છે. આ સમયે મેટાએ તેમની સાથે ભાગીદારી કરી લીધી. હવે મેટાને પણ પોતાના ડેટા સેન્ટર માટે્ સતત અને સ્વચ્છ વિજળી મળી રહેશે.