અરબોપતિ વેપારી અને ટેકનોલોજી જગતના દિગ્ગજ Elon Muskએ ટ્રમ્પ પ્રશાસનના નવા ટેક્સ ખર્ચ બિલ (tax-and-spending bill)ને વખોડી કાઢ્યુ છે. સોશિયવ મીડિયા પ્લેટફોર્મ X પર એલન મસ્કે આ બિલને ખુબજ ખરાબ (disgusting abomination) કહીને મોટી ખોટ કરનારૂ ગણાવ્યુ હતુ.
આ સાથે મસ્કે લખ્યુ કે માફ કરજો, પણ મારામાં હવે વધારે સહન કરવાની તાકાત નથી, આ કોંગ્રેસનું ખર્ચથી ભરેલુ અને તર્ક વગરનુ અને શરમજનક બિલ છે. જે લોકો આના પક્ષે મતદાન કરશે તે ખુદને શરમ આવવી જોઇએ. કેમકે જનતા જાણે છે કે આ ખોટુ થઇ રહ્યુ છે.
2.5 ટ્રિલયન ડૉલરની ખોટ થશે
મસ્કએ બિલને લઇને કહ્યુ કે આ બિલથી 2.5 ટ્રિલયન ડૉલરની ખોટ જશે. ચેતવણી આપતા મસ્કે કહ્યુ કે આ બિલથી અમેરિકામાં પહેલેથી જ બજેટમાં મોટો ખાડો પડ્યો છે તેને વધારીને 2.5 ટ્રિલયન ડૉલર કરી દેશે. જેનાથી દેશ દેવાના ડુંગર તળે દટાઇ જશે. દેશની પ્રગત્તિ અચકી જશે. આર્થિક પાયમાલી તરફનું આ મોટુ પગલુ છે.
ટ્રમ્પની ટીમથી અલગ થયા મસ્ક
કેટલાક દિવસ પહેલાજ એલન મસ્ક (DOGE) ગવર્નમેન્ટ એફિશિયન્સી વિભાગના પ્રમુખ પદેથી રાજીનામું ધરી દીધુ છે, જેની જવાબદારી સંઘીય ખર્ચને ઓછુ કરવા અને વિવાદિત બિલથી પોતાને અલગ જાહેર કરવા આ પગલુ ગણાવ્યુ છે.
ટ્રમ્પ આ બિલના સમર્થનમાં છે: વ્હાઇટ હાઉસ
વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે એલોન મસ્કની ટીકાને હળવાશથી લીધી અને કહ્યું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ પહેલાથી જ જાણતા હતા કે આ બિલ વિશે એલોન મસ્ક શું વિચારે છે, પરંતુ એલોન મસ્કના આ પગલાથી તેમનો (ટ્રમ્પ) દૃષ્ટિકોણ બદલાશે નહીં. આ એક મોટું સુંદર બિલ છે અને રાષ્ટ્રપતિ તેની સાથે છે. તમને જણાવી દઈએ કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ બિલને તેમની આર્થિક નીતિનો આધાર ગણાવ્યું છે, જ્યારે મસ્ક તેને અનિયંત્રિત ખર્ચનું પ્રતીક માને છે.
મસ્કે ટ્રમ્પને 250 મિલિયન ડોલર આપ્યા
એલોન મસ્કે 2024 માં ટ્રમ્પના ચૂંટણી પ્રચાર માટે 250 મિલિયન ડોલરથી વધુનું દાન આપ્યું હતું. આ પછી, તેમણે ‘ડેફિસિટ ઑપ્ટિમાઇઝેશન એન્ડ ગવર્નમેન્ટ એફિશિયન્સી (DOGE)’ નામની પહેલનું પણ નેતૃત્વ કર્યું હતું, પરંતુ હવે તે બંધ થઈ ગયું છે. તેનો હેતુ સરકારી કચરાને જડમૂળથી ઉખેડી નાખવાનો હતો.
રાજકીય પ્રતિક્રિયા
કેન્ટુકી રિપબ્લિકન સાંસદ થોમસ મેસીએ એલોન મસ્કને ટેકો આપ્યો અને કહ્યું કે તે સાચા છે. જવાબમાં, મસ્કે બે શબ્દોમાં જવાબ આપ્યો – ‘સરળ ગણિત’.
મસ્ક બિલ સમજી શકતા નથી: હાઉસ સ્પીકર જોહ્ન્સન
જોકે, હાઉસ સ્પીકર માઇક જોહ્ન્સને મસ્કની ટીકાને ખૂબ જ નિરાશાજનક ગણાવી. તેમણે કહ્યું કે તેમણે સોમવારે એલોન મસ્ક સાથે 20 મિનિટ વાત કરી હતી અને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો કે આ બિલ મોટા કર ઘટાડા અને ચૂંટણી વચનોની પરિપૂર્ણતા તરફનું પ્રથમ મજબૂત પગલું છે. પરંતુ એલોન તેને સમજી શકતા નથી.