જાપાનના ચંદ્રમિશનને મોટો ફટકો લાગ્યો છે. દેશની ખાનગી અંતરિક્ષ કંપની iSpace દ્વારા નિર્મિત ચંદ્રયાન (Resilience) ચંદ્રમાંમા Mare Frigoris ક્ષેત્રમાં લેન્ડિંગ કરવાના સમયે દુર્ઘટનાગ્રસ્ત થયુ છે. જો કે અત્યારે તો અધિકારીક રીતે આ વાતની પુષ્ટી થઇ નથી. જો કે લેન્ડિંગના સમયે જ અચાનક સંપર્ક તૂટી પડતા ચંદ્રયાન ક્રેશ થવાની આશંકાઓ વધી ગઇ છે.
મિશન દરમિયાન શું થયુ ?
રેજીલિયન્સ યાને 100 કિલોમીટર ચાંદના ઓર્બિટ ઉતરવાનું શરૂ કર્યુ હતુ. આ જાપાનનું પહેલુ ખાનગી ચંદ્રયાન મિશન હતુ, જે ચંદ્રમાં પર સોફ્ટ લેન્ડિંગ કરવા જઇ રહ્યુ હતુ જેના થોડા સમય પહેલાજ બધુ બરાબર હતુ , જેવી યાનની ગતી ઓછી થઇ 5 કિલોમીટર ઉપર જ pitch up maneuver પણ સફળ રહ્યુ, જો કે જેવુ યાન ઉતરવાના પ્રયાસ કરવા લાગ્યુ તેના તમામ ટેલીમેટ્રી ડેટા અચાનક જ બંધ થઇ ગયા અને iSpaceની લાઇવ સ્ટ્રીમ બંધ થઇ ગઇ.
હૈમ રેડિયો ઓપરેટરઓએ આ વાતની પુષ્ટી કરી
દુનિયાભરના હૈમ રેડિયો ઓપરેટરોએ આ સમયે સિગ્નલ તૂટવાના અવાજને રેકોર્ડ કર્યો, જે લેન્ડિંગ માટે અનુકુળ સમય સાથે તાલમેલ કરે છે.
iSpaceનો પહેલો પ્રયાસ પણ નિષ્ફળ થયો હતો
આ iSpaceનો બીજો પ્રયાસ હતો આ પહેલાનું મિશન 2023 માં કરવામાં આવ્યુ હતુ જે પહેલા પ્રયાસમાં સંપર્ક તૂટી ગયો અને પછીથી ક્રેશ થઇ ગયુ હતુ આ આ iSpaceનો બીજો પ્રયાસ હતો જેમાં પણ નિષ્ફળતા મળી છે.
અત્યાર સુધી શું કહેવામાં આવ્યુ?
iSpace તરફથી સ્પષ્ટ પણે કહી કહેવામાં આવ્યુ નથી, કંપનીએ ફક્ત એટલી જ વાતની પુષ્ટી કરી છે કે પ્રક્રિયામાં લેન્ડ થયુ કે ક્રેશ તેની સત્તાવાર જાહેરાત કરશે. કંપનીના સીઇઓ તકાશી હાકાદામાએ મિશન પહેલા કહ્યુ હતુ કે આ મિશન ચંદ્ર સંશાધનો પર આધારીત અર્થવ્યવસ્થા (cislunar economy)ની દિશામાં પહેલુ ઐતિહાસિક ડગલુ હશે.
શું થઇ મુશ્કેલી
iSpaceએ જણાવ્યુ કે લેન્ડિગ પહેલાની સ્થિતિ લગભગ બરાબર હતી જો કે એ સ્પષ્ટ નથી થયુ કે યાન સાચી દિશામાં હકુ કે કેમ. સૌથી મોટી સમસ્યા યાનના લેઝર રેન્જ ફાઇન્ડરમાં આવી, જે ચંદ્રમાની સપાટીને માપવા માટે સેન્સનું કામ કરે છે. કંપનીના નિવેદન અનુસાર સેન્સર યોગ્ય માપ ન લઇ શક્યુ, જેના કારણે યાન પોતાની આવશ્યક ગતીને આવશ્યક સ્તરે કામ ન કરી શક્યુ. આથી આશંકા છે કે યાન ક્રેશ થઇ ગયુ.