અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે કહ્યું હતું કે, તેમને એલન મસ્ક સાથે વાત કરવામાં કોઈ રસ નથી. તો તેની સામે મસ્કે પોતાના x ની પોસ્ટમાં લખ્યું હતું કે, યોનશોષણના આરોપી જેફરી એપસ્ટીન કે જેનું 10 ઓગસ્ટ 2019ના મૃત્યુ થયું હતું તે પ્રકરણમાં ટ્રમ્પનું નામ હતું. આ પોસ્ટ હવે હટાવી દેવાઈ હોવાથી શું ટ્રમ્પ અને મસ્ક વચ્ચે સમાધાન થઈ ગયું છે તેવી ચર્ચાઓ શરૂ થઈ છે.
ગયા મહિને અરબપતિ ઉદ્યોગપતિ એલન મસ્કે સરકારના DOGE વિભાગમાંથી રાજીનામું આપી દીધું હતું. ‘બિગ બ્યૂટીફુલ બિલ’ અને ટેક્સ મામલે ટ્રમ્પ અને મસ્ક વચ્ચે ટકરાવ થયો હતો અને વિવાદ નિવેદનો, સોશિયલ મીડિયા સુધી પહોંચ્યા બાદ આખી દુનિયામાં ચર્ચા ઊભી થઈ હતી. મસ્કે એવો આરોપ લગાવ્યો હતો કે, તેમનુ નામ સીલબંધ એપસ્ટીન ફાઇલોમાં હતું. એ જ વાસ્તવિક કારણ હતું કે તે ફાઈલો ક્યારે સામે ન આવી. હવે આ ડિલીટ કરી નંખાયેલી પોસ્ટમાં કહ્યું કે બહુ મોટો બોમ્બ નાખવામાં આવ્યો છે.
એપસ્ટીન ફાઇલ્સ સેક્સ ટ્રાફિકિંગ દસ્તાવેજોનું રેકર્ડ છે
એપસ્ટીન ફાઇલ્સ એટલે તેમ સેક્સ ટ્રાફિકિંગને લગતા દસ્તાવેજો, સાબિતીઓની માહિતી અને અદાલતી કાર્યવાહીના દસ્તાવેજોનું રેકર્ડ છે. ટ્રમ્પના એપ્સટીન સાથેના સંબંધોને મસ્કની પોસ્ટે ગતિ આપી છે, ઘણા લોકોનું માનવું છે એ મુજબ પ્રશાસને આ ફાઈલો રોકી રાખી છે.
મસ્કની મહિલા સાથેની તસવીર પણ સામે આવી
વિવાદો દરમિયાન, એલન મસ્કની 2014 ની ગિસલેન મેક્સવેલ સાથેની તસવીર ફરીથી ઓનલાઈન જોવા મળી છે. ગિસલેન એપસ્ટીનની પૂર્વ પ્રેમિકા હતી. 2021માં એપસ્ટીનને નાની ઉમરની છોકરીઓની તસ્કરીમાં મદદ માટે આરોપી ઠરાવ્યો હતો. જોકે મસ્કે આ બાબતને ફોટોબોમ્બ કહીને ફગાવી દીધી છે.