ભારતીય ક્રિકેટ ટીમના હેડકોચ ગૌતમ ગંભીર સાથે જોડાયેલી એક ખાસ ખબર સામે આવી છે. ગૌતમ ગંભીરની માતા સીમા ગંભીરને હાર્ટ એટેક આવ્યો છે. આ સમાચાર મળતા જ ગૌતમ ગંભીર ઇંગ્લેન્ડથી ભારત આવી પહોંચ્યા છે. મળતી માહિતી મુજબ આ ઘટના 11 જૂને થઇ.
કેવી છે તબિયત ?
કહેવામાં આવી રહ્યું છે કે ગૌતમ ગંભીરની માતા હાલ આઇસીયુમાં છે. ડોક્ટર તેમના સ્વાસ્થ્ય પર દેખરેખ રાખી રહ્યા છે. ભારત આવ્યા બાદ ગૌતમ ગંભીર ક્યારે ઇંગ્લેન્ડ આવશે તે એ વાત પર નિર્ભર કરે છે કે તેમના માતાની તબિયત કેવી છે.
ક્યારે જોઇન કરશે ટીમ ?
મહત્વનું છે કે 13 જૂનથી 16 જૂન સુધી ઇન્ટ્રા સ્કવૉડ મેચ રમવાની હતી. જેમાં ભારતનું સારુ કોમ્બિનેશન શોધવાનું કામ હેડકોચ ગંભીરે કરવાનું હતું પરતુ હવે તેમની ગેર હાજરીમાં બાકીના સ્ટાફે કરવુ પડશે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સીરીઝની પ્રથમ મેચ 20 જૂને હેડિગ્લેમાં રમાશે. આશા છે કે ગૌતમ ગંભીરના પરિવાર પર જે સંકટ આવ્યુ છે તે ટળી જાય અને તેઓ 20 જૂન પહેલા ટીમ ઇન્ડિયા જોઇન કરી લે…
ગૌતમ ગંભીરની ટીમ ઇન્ડિયાને ઘણી જરૂર છે. આવુ એટલા માટે કારણ કે એક યુવા ટીમ, યુવા કેપ્ટની આગેવાનીમાં ઇંગ્લેન્ડ પર છે. એવામાં ગંભીર જેવા કોચનો સાચ ટીમનું મનોબળ બનાઇ રાખે છે. આ કારણોસર પણ ગૌતમ ગંભીરે પરત ફરવુ જરૂરી છે.
ગૌતમ ગંભીરની માતાને 11 જૂને હાર્ટ અટેક આવ્યો હતો. જે બાદ તેઓ ઇંગ્લેન્ડ પ્રવાસ છોડીને ભારત આવી ગયા. મીડિયા રિપોટ્ અનુસાર ગૌતમ ગંભીર પ્રથમ ટેસ્ટ મેચ શરૂ થયાના 3 દિવસ પહેલા જોઇન કરી લેશે.