બિલાવલ ભુટ્ટોએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે, ઇમરાન ખાનની લડાઇ પીએમએલ-એન સાથે જોડાયેલી છે. અને પીપીપી તેનો નિષ્પક્ષ દાવો કરે છે. ઇમરાનની જામીન અરજી અને સેના સાથે વાતચીત કરવાની ઇચ્છા પણ બિલાવલે વ્યક્ત કરી હતી. શહબાઝની પાર્ટી સાથે ઇમરાન ખાનની લડાઇ છે. પાકિસ્તાનના પૂર્વ પીએમ ઇમરાન ખાનના સમર્થનમાં નિવેદન આપ્યા બાદ હવે બિલાવલે મોટો ખુલાસો કર્યો છે.
બિલાવલ ભુટ્ટોની પ્રતિક્રિયા
બિલાવલ ભટ્ટોએ જણાવ્યુ છે કે, અમારી પાકિસ્તાન પીપુલ્સ પાર્ટી કોઇની દુશ્મન નથી. અમે એકતા અને શાંતિમાં વિશ્વાસ રાખીએ છીએ. અમારુ લક્ષ્ય માત્ર સારુ કામ કરવા પર જ છે. ઇમરાન ખાન અંગે બિલાવલે કહ્યુ હતુ કે તેઓ માત્ર સેના સાથે વાત કરવા ઇચ્છે છે. પરંતુ સરકાર સાથે વાતચીત કરીને જ સમસ્યાનું હલ કાઢી શકાય છે. ઇમરાન ખાને સરકાર સાથે પણ વાતચીત કરવી જોઇએ. અને જો સંવાદ નહી થાય તો ઉકેલ પણ આવી શકશે નહી. પાકિસ્તાનમાં કોર્ટના કામ સરકાર નથી કરતી. જો કોર્ટ તેમના જામીન આપે તો અમે ઇમરાન ખાનનું સ્વાગત કરીશું તેમ બિલાવલે જણાવ્યુ હતુ.
ઇમરાન ખાન માટે બિલાવલની સહાનુભૂતિ કેમ ?
બિલાવલ ભુટ્ટોનો પક્ષ પાકિસ્તાન પીપુલ્સ પાર્ટી અને શહબાઝ શરીફની પાર્ટી પીએમએલ-એન એ ગંઠબંધનની સરકાર ધરાવે છે. પરંતુ બંનેના સંબંધ એકબીજા સાથે યોગ્ય નથી. પીપીપી શહબાઝના ગઢ પંજાબમાં પગ પેસારો કરવા ઇચ્છે છે. તો પીપીપી સાથે એવું પણ વિચારે છે કે જો ઇમરાન ખાનના ભવિષ્યમાં સેના સાથે સંબંધો સુધરેશે તે તેમની સત્તા પર કોઇ આંચ ન આવે. બિલાવલ એ વાત સારી રીતે જાણે છે કે ઇમરાન ખાન પાસે હજુપણ જનાધાર છે. તેથી તેઓ ખુલીને વિરોધ કરવા નથી ઇચ્છતા. નહી તો જનતા સાથે તેમના સંબંધો વણસી શકે છે.
જેલમાંથી નથી નિકળી શકતા ઇમરાન ખાન
ભ્રષ્ટાચારના આરોપમાં પાકિસ્તાનના પૂર્વ પીએમ ઇમરાન ખાન જેલમાં બંધ છે. વર્ષ 2023થી તેઓ જેલના સળિયા પાછળ છે. ઇમરાન ખાનની જામીન અરજી પર ઇસ્લામાબાદ હાઇકોર્ટમાં 11 જૂને સુનાવણી થવાની હતી. પરંતુ જજ ન આવી શકતા કેસની સુનાવણી ટાળવામાં આવી હતી. જનતા અને સમર્થકોનું કહેવું છે કે સેના પ્રમુખ અને સરકારના કારણે ઇમરાન ખાન બહાર નથી આવી શકતા.