ભારતીય દૂતવાસે ઈરાન અને ઈઝરાયલમાં રહેતા ભારતીયો માટે એડવાઈઝરી જાહેર કરી છે. 2 હેલ્પલાઈન નંબર પણ જાહેર કર્યા છે. જેથી આપત્તિની સ્થિતિમાં દૂતવાસમાં મદદ માટે સંપર્ક કરી શકાય. દૂતવાસ તરફથી એડવાઈઝરી જાહેર કરતી વખતે કહેવામાં આવ્યું છે કે ઈરાન અને ઈઝરાયલમાં તણાવનો માહોલ છે. ઈરાનમાં બનેલા ભારતીય દૂતવાસની મદદથી સોશિયલ મિડીયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ લખીને ભારતીયોએ એડવાઈઝરી જાહેર કરી છે.
એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે બંને દેશોમાં રહેનારા ભારતીયો પોતાના ઘરની અંદર જ રહે. ઈમરજન્સી હોય તો જ બહાર નિકળો. કોઈ પણ પ્રકારની આગળ સુચના અને આદેશ માટે ભારતીય દૂતવાસનો સંપર્ક કરો અને સોશિયલ મિડીયા અકાઉન્ટ્સ ફોલો કરો. ઈમરજન્સીની સ્થિતિમાં મોબાઈલ નંબર 91281-09115 અને 91281-09109 પર સંપર્ક કરવો. એડવાઈઝરીમાં ભારતીય દૂતવાસની લોકલ ઓથોરિટીના સંપર્કમાં રહેવા માટે પણ કહેવામાં આવ્યું છે.
છેલ્લા 2 દિવસથી, ઈઝરાયલ ઈરાનના પરમાણુ અને લશ્કરી થાણાઓ પર ડ્રોન અને મિસાઈલથી હુમલો કરી રહ્યું છે. ઈરાને પણ ઈઝરાયલ પર બેલિસ્ટિક મિસાઈલ છોડીને બદલો લીધો. ઈઝરાયલે ઈરાનના હુમલાની પુષ્ટિ કરી અને સ્વીકાર્યું કે ઈરાને હુમલો કર્યો હતો, પરંતુ બધી મિસાઈલોને અટકાવી અને નાશ કરવામાં આવી. ઈરાને પણ સ્વીકાર્યું છે કે ઈઝરાયલના હુમલામાં તેના પરમાણુ થાણાઓને નુકસાન થયું છે.
યુદ્ધ શરૂ કરતાં, ઈઝરાયલે સૌપ્રથમ ઈરાન પર મિસાઈલ અને ડ્રોનથી હુમલો કર્યો. ઈરાનને પરમાણુ શસ્ત્રો બનાવતા રોકવા માટે ઈઝરાયલે ઓપરેશન રાઈઝિંગ લાયન શરૂ કર્યું. ગુરુવારે વહેલી સવારે ઈઝરાયલે મિસાઈલ અને ડ્રોનથી ઈરાન પર હુમલો કર્યો. ઈરાનની રાજધાની તેહરાનમાં ઘણી જગ્યાએ વિસ્ફોટોના અવાજો સંભળાયા.