ભારતીય ટીમના સુપરસ્ટાર વિરાટ કોહલીએ 12 મેના રોજ ટેસ્ટ ક્રિકેટમાંથી રિટાયરમેન્ટને લઈને ફેન્સને હેરાન કરી દીધા છે. ફાધર્સ ડે પર વિરાટ કોહલીને તેના પુત્ર અકાય અને પુત્રી વામિકાએ સુંદર મેસેજ લખ્યો હતો.
જેને અનુષ્કા શર્માએ તેના સોશિયલ મીડિયા પર પોસ્ટ પણ કરી. પુત્ર અકાયે પણ આ દિવસે તેના પિતા પાસેથી એક મોટી ગિફ્ટની માગ કરતા ટેસ્ટ રિટાયરમેન્ટ પાછું ખેંચવાની અપીલ કરી છે. સોશિયલ મીડિયા પર આ પોસ્ટ ઝડપથી વાયરલ થઈ રહી છે.
પુત્ર અકાયે વિરાટ કોહલી પાસે કરી આ માગ
દિગ્ગજ વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા 15 ફેબ્રુઆરી 2024ના રોજ બીજી વાર માતા-પિતા બન્યા હતા. આ સમયે પુત્ર અકાયનો જન્મ થયો હતો. આ પહેલા આ કપલને એક પુત્રી વામિકા છે. ફાધર્સ ડે પર અકાયે વિરાટ કોહલી માટે લખ્યું છે કે ‘પોતાનું ટેસ્ટ રિટાયરમેન્ટ પરત લઈ લો’ હેપ્પી ફાધર્સ ડે – અકાય.
અનુષ્કા શર્માએ પહેલા આ પોસ્ટ કરી, જેની થોડીવાર પછી તેને આ પોસ્ટ ડિલીટ કરી દીધી હતી. આ સિવાય પુત્રી વામિકાએ પોતાના મેસેજમાં લખ્યું છે કે ‘તે મારા ભાઈ જેવા દેખાઈ છે, તે ખૂબ ફની છે. તે મને ખૂબ ગલી કરે છે, હું તેમની સાથે મેકઅપ રમું છું. હું તેમને ખૂબ જ પ્રેમ કરું છું અને તે પણ મને ખૂબ જ પ્રેમ કરે છે.’ હેપ્પી ફાધર્સ ડે – વામિકા.’
વિરાટ કોહલીના નિર્ણયથી ફેન્સ થયા હેરાન
કિંગ કોહલી છેલ્લા કેટલાક વર્ષોથી ટેસ્ટ ક્રિકેટમાં ખરાબ રીતે નિષ્ફળ રહ્યો હતો. પરંતુ તે પછી પણ તેના કદને જોતાં ટીમમાં તેનું સ્થાન નિશ્ચિત લાગતું હતું. તે ઈંગ્લેન્ડ પ્રવાસ પર ટીમનો મહત્વપૂર્ણ ભાગ બની શક્યો હોત, પરંતુ સિરીઝ માટે ટીમની જાહેરાત થાય તે પહેલાં જ તેને સંન્યાસનો મોટો નિર્ણય લીધો.
વિરાટ કોહલીએ ટેસ્ટ નિવૃત્તિ લીધા પછી ક્રિકેટ જગતમાં હોબાળો મચી ગયો હતો. ફેન્સ તેને નિવૃત્તિમાંથી પરત ફરવા માટે વિનંતી કરી રહ્યા હતા. T20 વર્લ્ડકપ 2024 પછી તરત જ વિરાટ કોહલીએ T20 ફોર્મેટને પણ અલવિદા કહી દીધું. હવે વિરાટ કોહલી ટીમ ઈન્ડિયા માટે ફક્ત ODI ફોર્મેટમાં જ રમતો જોવા મળશે.