જી7 સમિટને લઇને PM મોદી આજે કેનેડા પહોંચી ગયા છે. આ સમિટ 3 દિવસ ચાલશે જેમાં 14 દેશોના નેતા મળશે. આ 51મી સમિચ અલ્બર્ટા રાજ્યના કૈનનાસ્કિસમાં રવિવારથી મંગળવાર સુધી ચાલશે. 2008માં અહીં જી8 સમિટ થઇ હતી. જેમાં બ્રિટન, જર્મની, અમેરિકા, ભારત ,મેક્સિકો સહિતના 14 દેશોને આમંત્રણ અપાયુ છે. પરંતુ પીએમ મોદી કેનેડા પહોંચ્યા ત્યાં જ ડોનાલ્ડ ટ્રમ્પ જી-7 સમિટ છોડીને નીકળી જવાના છે.
ટ્રમ્પ-પીએમ મોદી નહી મળે જી-7 સમિટમાં
હાલમાં એવા સમાચારો સામે આવી રહ્યા છે કે જી-7 સમિટમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને પીએમ મોદીની મુલાકાત નહી થાય. ટ્રમ્પ થોડા સમયમાં જ સમિટ છોડીને અમેરિકા પરત ફરી રહ્યા છે. તેનું કારણ છે ઇઝરાયલ-ઇરાન વચ્ચે યુદ્ધ. વ્હાઇટ હાઉસે મંગળવાર સવારે જણાવ્યું કે મિડલ ઇસ્ટમાં તણાવને કારણે ટ્રમ્પે આ નિર્ણય લીધો છે. જો કે તેઓએ પોતાના નિવેદનમાં ઇરાન-ઇઝરાયલ યુદ્ધનો ઉલ્લેખ કર્યો નથી..
પરંતુ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર લખ્યુ કે ઇરાને પરમાણુ સમજૂતી પર હસ્તાક્ષર કરવા જોઇએ. ઇરાન ન્યૂક્લિર હથિયાર રાખી શકતુ નથી. મે વારંવાર કહ્યું છે. તમામે તેહરાન ખાલી કરી દેવુ જોઇએ. ઉલ્લેખનીય છે કે પહેલા દિવસ 7 દેશોએ ઇઝરાયલ-ઇરાન સંઘર્ષ વિરામ પર એક મત બનાવવા માટે પ્રસ્તાવ લાવવાનો પ્રયાસ કર્યો. પરંતુ ટ્રમ્પ જી7ના જોઇન્ટ નિવેદન પર સાઇન કરવા તૈયાર નથી. આ વચ્ચે પીએમ મોદી કેનેડા પહોંચી ગયા છે.
સર્વોચ્ચ નાગરિક સન્માન
પીએમ મોદી હાલમાં સાઇપ્રસની મુલાકાતે હતા. સાઇપ્રસના રાષ્ટ્રપતિ નિકોસ ક્રિસ્ટોડૌલિડેસએ પીએમ મોદીને સાઇપ્રસના સર્વોચ્ચ સન્માન ગ્રેન્ડ ક્રૉસ ઓફ ધ ઓર્ડ ઓફ મકારિયોસ IIIથી સન્માનિત કરાયા છે. પીએમ મોદીની આજે સાઇપ્રસના રાષ્ટ્રપતિ સાથે બેઠક હતી.. પીએમ મોદીનું સાઇપ્રસ રાષ્ટ્રપતિ ભવનમાં સ્વાગત કરવામાં આવ્યું હતું. મહત્વનું છે કે પીએમ મોદીને સર્વોચ્ચ નાગરિક સન્માન આપનાર સાઇપ્રસ 23મો દેશ છે.
140 કરોડ ભારતીયોનું સન્માન- પીએમ મોદી
પીએમ મોદીએ સન્માન પ્રાપ્ત કર્યા બાદ કહ્યું હતું કે રાષ્ટ્રપતિ મહોદય, આ સન્માન માટે તમારો અને સાઇપ્રસની સરકાર અને જનતાનો આભાર માનુ છું આ સન્માન માત્ર નરેન્દ્ર મોદીનું નથી પરંતુ 140 કરોડ ભારતીયોનું સન્માન છે. જે અમારા દેશવાસીઓની ક્ષમતા, આકાંક્ષાઓ અને અમારી સાંસ્કૃતિક વારસા, ભાઇચારો અને વસુધૈવ કુટુંબકમની ભાવનાને સન્માન આપનારુ છે.
પીએમ મોદીએ વધુમાં કહ્યું કે હું આ પુરસ્કાર ભારત અને સાયપ્રસ વચ્ચેના મજબૂત મૈત્રીપૂર્ણ સંબંધો, સહિયારા મૂલ્યો અને પરસ્પર વિશ્વાસને સમર્પિત કરું છું. સમગ્ર ભારત વતી, હું આ સન્માન નમ્રતા અને કૃતજ્ઞતા સાથે સ્વીકારું છું. આ પુરસ્કાર અમારા લોકોની ભલાઇ, શાંતિ, સુરક્ષા અને સંપ્રભૂતા અને ક્ષેત્રીય અખંડતા પ્રત્યે અમારી મજબૂત પ્રતિબદ્ધતાનું પ્રતિક છે.