જ્યાં એક તરફ, પાકિસ્તાન ઇરાન માટે કુરબાની આપવાની વાત કરે છે તો બીજી તરફ, અમેરિકા પાસે જઇને દુશ્મન દેશ વેપારી કરારો કરી રહ્યુ છે હાલમાં પાકિસ્તાનના નાણાંમંત્રીએ અમેરિકાના નાણાં સચિવ સાથે બેઠક યોજી હતી. અને વેપારી સંબંધોને વેગ આપવા માટે ચર્ચા કરી હતી. ત્યારે પાકિસ્તાનની આ બેવડી ભૂમિકા પર સવાલ ઉભા કરવામાં આવી રહ્યા છે. એક તરફ, પાકિસ્તાનના નેતા અને ધાર્મિક સમૂહ ઇરાનના સમર્થનની વાતો કરી રહ્યા છે. રસ્તા પર પ્રદર્શન કરીને ઇઝરાલ અને અમેરિકા પર આરોપ લગાવી રહ્યા છે. તો ત્યાં બીજી તરફ, પાકિસ્તાન અમેરિકા સાથે પોતાની સંબંધો વધુ મજબૂત બનાવી રહ્યુ છે.
પાકિસ્તાનનું બેવડું વલણ
પાકિસ્તાન તેના બે મોઢાની વાત માટે જાણીતું છે. જ્યાં એક તરફ, યુદ્ધના નામે નિવેદન બાજી થઇ રહી છે. તો બીજી તરફ, આર્થિક ફાયદા લેવા માટે પાકિસ્તાન અમેરિકાની આગળ-પાછળ ફરી રહ્યુ છે. પાકિસ્તાન અને અમેરિકા વચ્ચે હાલમાં જ બેઠક યોજાઇ હતી. વેપાર સંબંધો મામલે ચર્ચા કરવામાં આવી હતી. પાકિસ્તાનના નાણાંમંત્રી મોહમ્મદ ઔરંગઝેબ અને અમેરિકા કોમર્સ સેક્રેટરી હોવર્ડ લટનિક વચ્ચે ચર્ચા થઇ હતી. આ મુલાકાતમાં પાકિસ્તાન અને અમેરિકાના વેપાર સંબંધો મામલે સહમતિ સધાઇ હતી.
પાકિસ્તાનને જોઇએ છે માત્ર પૈસા ?
પાકિસ્તાન અને અમેરિકા વચ્ચે વેપારી સંબંધો મજબૂત કરવા માટેના પ્રયાસ ચાલી રહ્યા છે. ત્યારે ઇસ્લામાબાદ આર્થિક ફાયદા માટે ગમે તે હદે જઇ શકે છે. પાકિસ્તાન માટે આ યુદ્ધ માત્ર એક નારા સમાન છે. પરંતુ હકીકત કઇંક અલગ જ છે. પાકિસ્તાન એક તરફ ઇરાન માટે કુરબાની આપવાની વાતો કરે છે તો બીજી તરફ અમેરિકા સાથે મળીને ગુપ્ત બેઠકો યોજે છે. અને વેપારી નીતિને આગળ વધારવાના પ્રયાસ કરે છે.