ઈરાન અને ઈઝરાયેલની વચ્ચે ચાલી રહેલા તણાવની વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે તમામ લોકોને તરત જ તેહરાન ખાલી કરી દેવું જોઈએ. તેમના આ નિવેદન બાદ એવું માનવામાં આવી રહ્યું છે કે તેહરાન પર મોટો હુમલો થઈ શકે છે. ત્યારે ટ્રમ્પે ત્યાંના લોકોને નિકળવા માટે કહ્યું છે કે શું તે પણ એક સવાલ છે. તેમના આ નિવેદન પર ઈરાનની અભિનેત્રી ગોલશિફ્તેહ ફરહાનીએ પ્રતિક્રિયા આપી છે.
તેહરાનમાં રહેતા લોકો ક્યાં જશે?
અભિનેત્રી ગોલશિફ્તેહ ફરહાનીએ ડોનાલ્ડ ટ્રમ્પને સવાલ કર્યો છે કે તેહરાનમાં રહેતા લોકો ક્યાં જશે? અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર લખ્યું કે ‘ડોનાલ્ડ ટ્રમ્પ 90 લાખ લોકો ગેસ, પાણી અને પૈસા વગર ક્યાં જશે?’ તમને જણાવી દઈએ કે ગોલશિફ્તેહ ફરહાની એક જાણીતિ અભિનેત્રી છે અને તેને એક્સટ્રેક્શન, એક્સટ્રેક્શન 2, પેટર્સન અને ટૂ ફ્રેન્ડસ જેવી ફિલ્મોમાં કામ કર્યુ છે.
ડોનાલ્ડ ટ્રમ્પે તેમના નિવેદનમાં શું કહ્યું?
તમને જણાવી દઈએ કે ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન G7 સમિટ માટે કેનેડા રવાના થયા પહેલા સામે આવ્યું હતું. તેમને કહ્યું કે ઈરાનને આ કરાર પર સાઈન કરી દેવી જોઈએ, જેની પર મેં તેમની સાથે વાત કરી હતી. કેટલી શરમની વાત છે અને જીવનની બરબાદી છે. સ્પષ્ટ શબ્દોમાં કહું તો ઈરાનની પાસે પરમાણુ હથિયાર ના હોય શકે, આ વાત મેં વારંવાર કહી છે. તમામ લોકોએ તરત જ તેહરાન ખાલી કરી દેવું જોઈએ. ઉલ્લેખનીય છે કે ઈઝરાયેલ પહેલા જ તેહરાન પર હુમલો કરી ચૂક્યું છે. તેની વચ્ચે સામે આવેલા ટ્રમ્પના આ નિવેદને હડકંપ મચાવી દીધો છે. ટ્રમ્પના નિવેદન બાદ પલાયન કરનારા લોકોની સંખ્યામાં વધારો થયો છે. ઈઝરાયેલે 13 જૂને ઈરાનના સૈન્ય ઠેકાણાઓ પર હુમલો કર્યો. ત્યારબાદ બંને દેશોની વચ્ચે તણાવનો માહોલ છે. બંને દેશ એકબીજા પર હુમલો કરી રહ્યા છે.