બાંગ્લાદેશમાં ઈસ્કોનની રથયાત્રાને લઈને અનિશ્ચિતતા અને અસંમજની સ્થિતિ છે. હજી સુધી ઈસ્કોન તરફથી બાંગ્લાદેશમાં રથયાત્રાની કોી તૈયારીઓ કરવામાં આવી નથી. હાલના રાજનીતિક સ્થિતિને જોતા ઈસ્કોને હીંદુઓની સુરક્ષાને લઈને લો પ્રોફાઈલિંગને પ્રાથમિકતા આપી છે. બાંગ્લાદેશમાં ઈસ્કોન દર વર્ષે મોટી રથયાત્રા કાઢે છે. આ યાત્રા સ્વામીબાગ આશ્રમથી શરૂ કરીને ઢાકેશ્વરી ટેમ્પલ સુધી કરવામાં આવે છે, લગભગ 9 દિવસ સુધી ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમ હોય છે. તેની સાથે હરિનામ સંકીર્તન, અગ્નિહોત્ર યજ્ઞનું પણ આયોજન થાય છે.
બાંગ્લાદેશમાં ઈસ્કોનની રથયાત્રા એક ભવ્ય અને સાંસ્કૃતિક રુપથી સમૃદ્ધ અને ધાર્મિક આયોજન છે. આ ઉત્સવ ઢાકાના સ્વામીબાગ ઈસ્કોન મંદિર અને ધામરાઈ શહેરમાં મોટા પાયે આયોજીત કરવામાં આવે છે. સ્વામીબાગ આશ્રમથી શરૂ કરીને આ રથયાત્રા ઢાકેશ્વરી મંદિર સુધી જાય છે. હજારો શ્રધ્ધાળુઓ આ રથને ખેંચે છે અને ભગવદ્દ ગીતાના પાઠમાં ભાગ લે છે.
રથયાત્રાને લઈને અનિશ્ચિતતા કેમ?
ધામરાઈની રથયાત્રા ઐતહાસિક છે, જેની પરંપરા હજારો વર્ષોથી ચાલતી આવે છે. આ વિશાળ લાકડાનો ત્રણ માળનો રથ તેનું વિશેષ આકર્ષણ છે. આ રથયાત્રા ફક્ત ધાર્મિક આયોજન નથી પણ સાંપ્રદાયિક સૌહાર્દનું પ્રતિક પણ માનવામાં આવે છેય તેમાં હજી સુધી હિંદુ સમુદાયની સાતે સાથે ઘણા મુસ્લિમ નાગરિકો પણ સહયોગ કરે છે. પરંતુ બાંગ્લાદેશમાં જે રીતે હીંદુઓને નિશાન બનાવવામાં આવ્યા છે તેના કારણે રથયાત્રાને લઈને અનિશ્ચિતતાની સ્થિતિ છે.