ઇરાન અને ઇઝરાયલ વચ્ચે એકબીજા પર મિસાઇલથી સતત હુમલો થઇ રહ્યો છે. તેલ અવીવ, હાઇફા અને પેટાહ ટિકવા પર ઇરાની હુમલામા કેટલાયે લોકો મૃત્યુને ભેટ્યા છે. અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઇઝરાયલ નાગરિકોની સંખ્યા 22 પહોંચી ગઇ છે. ઇઝરાયેલી હુમલામાં ઇરાની નાગરીકોની સંખ્યા 224 પહોંચી ગયા છે.
આ તણાવ વચ્ચે ભારેત ઇરાનમાં ફસાયેલા નાગરિકોને કાઢવા માટે મિશન રેસ્ક્યુ શરૂ કરી દીધા છે
આ તણાવ વચ્ચે ભારેત ઇરાનમાં ફસાયેલા નાગરિકોને કાઢવા માટે મિશન રેસ્ક્યુ શરૂ કરી દીધા છે. 110 ભારતીયોનો પહેલો જથ્થો ઇરાનથી આર્મિનિયા પહોંચી ગયા છે, અહીથા તમામ લોકો ભારત પરત આવશે. આ સિવાય ભારતના વિદેશ મંત્રાલયે ઇરાન અને ઇઝરાયલમાં રહેતા ભારતીય નાગરીકો માટે હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે.
ભારતીય નાગરીકો માટે હેલ્પલાઇન નંબર જાહેર
આ પહેલા કેનેડામાં આયોજીત G7 શિખર સંમેલનમાં ભાગ લેવા જઇ રહેલા નેતાઓનું એક સંયુક્ત નિવેદન જાહેર કરીને મિડલ ઇસ્ટ સંકટ પર ચિંતા વ્યક્ત કરી છે. G7 નેતાઓએ ઇરાનને લઇને સ્પષ્ટ કહ્યુ છે કે ઇરાન ક્યારેય પરમાણુ હતિયાર પ્રાપ્ત નહી કરી શકે. આ G7 નેતાઓએ શાંતિ અને સ્થિરતા જાળવી રાખવા પર ભાર મુકવામાં આવ્યો છે.
ઇઝરાયલના રક્ષામંત્રીએ ચેતવણી આપી છે તેહરાનને ટુંક સમયમાં આની ભારે કિંમત ચુકવવી પડશે
ઇઝરાયલના PM બેન્જામિન નેતન્યાહૂએ દાવો કર્યો છે કે ઇરાન અને અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પની હત્યાની કોશિશ કરી. તેમણે કહ્યુ કે પરમાણુ કાર્યક્રમને નિશાન બનાવવાનો તખ્તો તૈયાર કરવામાં આવ્યો છે. ઇરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લા ખામોનેઇએ ઇઝરાયલના વિસ્તારોમાં હુમલો કરનારાવાના આરોપમાં આકરી સજા ફટકારવાની ધમકી આપી છે. ઇઝરાયલના રક્ષામંત્રીએ ચેતવણી આપી છે તેહરાનને ટુંક સમયમાં આની ભારે કિંમત ચુકવવી પડશે.
કોઇ પણ કિંમત પર ઇરાન પરમાણુ હથિયાર નહી રાખી શકે, ઇરાન-ઇઝરાયલ સંઘર્ષ પર G7નું નિવેદન
કેનેડામાં આયોજીત શિખર સંમેલનમાં ભાગ લેનાર G7 નેતાઓએ ખુલીને ઇઝરાયલને સપોર્ટ કર્યો છે. G7 નેતાઓનું કહેવુ છે કે ઇરાન કોઇ પણ કિંમત પર ન્યુક્લિઅર બોમ્બ નહી રાખી શકે સાથે આ G7 ઇરાનને સલાહ આપતા તણાવ ઓછો કરવા અપીલ કરી છે. G7 નેતાઓએ સંયુક્ત નિવેદન જાહેર કરી ઇઝરાયલને પોતાની રક્ષા કરવાનો પૂરો હક છે. ઇરાન કોઇ પણ કિંમતે પરમાણુ હથિયાર નહી રાખી શકે, આ મુદ્દે અનેક વખત સ્પષ્ટતા આપી ચુક્યા છે. નિવેદનમાં આગળ કહેવામા આવ્યુ છે કે અમે અપીલ કરીએ છીએ કે ઇરાની સંઘર્ષના સમાધાનથી મિડલ ઇસ્ટમાં શત્રુતામાં ખુબજ ઘટાડો થયો છે, જેમાં ગાઝા સીઝફાયરનો સમાવેશ થાય છે.