ઈરાન-ઈઝરાયલ યુદ્ધમાં ચીન કોની સાથે? આ સવાલ મુંઝવી રહ્યો છે. પરંતું પહેલી વખત યુદ્ધને લઈને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે નિવેદન આપ્યું છે. તેમણે યુદ્ધને લઈને ચિંતા વ્યક્ત કરી છે અને સ્પષ્ટ કહ્યું છે કે કોઈ પણ દેશની સંપ્રર્ભુતા, સુરક્ષા અને દેશની અખંડિતતાનું ઉલ્લંઘન સ્વીકાર્ય નથી.
ચીનની સરકારી એજન્સીના જણાવ્યા પ્રમાણે શી જિનપિંગે કઢાકિસ્તાનની રાજધાની અસ્તાનામાં ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ શવકત મિર્ઝિયોયેવ સાથે વાતચીચ દરમિયાન આ નિવેદન આપ્યું હતું. તેઓ ત્યાં બીજા ચીન-મધ્ય એશિયા શિખર સંમેલનમાં ભાગ લેવા પહોંચ્યા હતા. શી જિનપિંગે કહ્યું હતું કે મધ્ય પૂર્વમાં અચાનક વધી રહેલા તણાવ અને સૈન્ય સંઘર્ષ, ખાસ કરીને ઈઝરાયલના ઈરાન પર હુમલાએ અમને ચિંતામાં નાખી દીધા છે. તેમણે જણાવ્યું હતું કે અમે આવા દરેક પગલાનો વિરોધ કરીયે છીએ. કોઈ પણ દેશની સંપ્રર્ભુતા, સુરક્ષા અને દેશની અખંડિતતાનું ઉલ્લંઘન કરતો હોય. યુદ્ધ કરવાથી સમસ્યાનું સમાધાન નહીં મળે.
તેહરાનનું સમર્થન
આ નિવેદનન એવા સમયે સામે આવ્યું છે જ્યારે ઈઝરાયલી હુમલા બાદ આખી દુનિયામાં અસ્થિરતાનો માહલ બન્યો છે અને મોટા દેશો આ વિ પોતાનો મત આપી રહ્યા છે. ચીને લાંબા સમયથી ઈરાનની કુટનીતિને આર્થિક સમર્થન આપી રહ્યું છે. તેના આ વલણને તેહરાનના સમર્થનના રુપમાં જોવા આવી રહ્યું છે.
શાંતિની કરી અપીલ
શીએ તમામ પક્ષોને અપીલ કરી હતી કે જલ્દીથી જલ્દી તણાવને ઓછો કરવા માટે પ્રયત્નો કરે અને ચીન આ દિશામાં રચનાત્મક ભૂમિકા ભજવવા માટે તૈયાર છે. આ નિવેદનથી સ્પષ્ટ છે કે ચીન હવે આ સંકટમાં શાંતિ દળની ભૂમિકામાં ઉતરવાનો પ્રયત્ન કરી રહ્યું છે.