ભારતીય રેલવે મુસાફરોની સુવિધાઓમાં સતત વધારો કરી રહ્યું છે અને હવે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે એક મોટી જાહેરાત કરી છે કે દેશમાં જલ્દી જ 150 નવી પેસેન્જર ટ્રેન ચલાવવામાં આવશે. જેમાં ખાસ કરીને ટુંકી મુસાફરી કરનારા રેલવે મુસાફરોને ફાયદો થશે. તેની સાથે જ પહેલેથી જ ચલાવવામાં આવી રહેલી પેસેન્જર ટ્રેનોને પણ અપગ્રેડ કરીને આધુનિક બનાવવાની દિશામાં કામ કરાશે અને તેમાં 1200 એકસ્ટ્રા કોચ જોડવામાં આવશે.
100 નવી MEMU અને 50 નમો ભારત ટ્રેન જલ્દી જ શરૂ કરવામાં આવશે
ભારતમાં ટુંકી મુસાફરીને પણ આરામદાયક બનાવવાના ઉદ્દેશ્યથી અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરીને દેશભરમાં પેસેન્જર ટ્રેન નેટવર્કમાં મોટો વિસ્તાર અને આધુનિકીકરણ કરવાની સરકારની યોજનાનો ખુલાસો કર્યો. તેમને કહ્યું કે 100 નવી MEMU અને 50 નમો ભારત ટ્રેન જલ્દી જ શરૂ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે અશ્વિની વૈષ્ણવે હરિયાણામાં મારૂતિ સુઝુકીના માનેસર સાઈડિંગમાં ભારતના સૌથી મોટા ગતિ શક્તિ મલ્ટીમોડલ કાર્ગો ટર્મિનલનું શુભારંભ કરતાં આ જાહેરાત કરી હતી. પીએમ ગતિ શક્તિ નેશનલ માસ્ટર પ્લાન હેઠળ ડેવલપ કરવામાં આવ્યું છે.
નવી ટ્રેનોમાં 16 અને 20 કોચ હશે
વધુમાં કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે હાલમાં જે 100 નવી મેમૂ ટ્રેન તૈયાર કરવામાં આવી રહી છે, તેમાં 16 અને 20 કોચ હશે. હાલની ટ્રેનમાં 8 કે 12 કોચ હોય છે. આ પગલું લેવાનો ઉદ્દેશ્ય વધુ યાત્રીઓને મુસાફરી કરાવવાની સાથે જ કનેક્ટિવિટને વધુ સરળ બનાવવાનો છે. તેની સાથે જ ટ્રેન ટિકિટ લેવા સંબંધિત મુશ્કેલીઓને દૂર કરીને નવી ટિકિટિંગ સિસ્ટમ પણ લાગુ કરવામાં આવી રહી છે.