ઈરાન પર ઈઝરાયલ તરફથી કરવામાં આનવેલા હુમલા બાદ મિડલ ઈસ્ટની સ્થિતિને જોતા એર ઈન્ડિયાએ અસ્થાયી રૂપે આંતરાષ્ટ્રીય વિમાન સેવાઓમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. એર ઈન્ડિયા તરફથી કહેવામાં આવ્યું છે કે જુલાઈના મધ્ય સુધીમાં વાઈડ બોડી વિમાનો કે સંચાલનમાં 15 ટકા સુધાનો ઘટાડો કરવા જઈ રહ્યું છે. એર ઈન્ડિયા તરફથી આ નિર્ણય એવા સમયે કરવામાં આવ્યો છે જે પહેલા હાલમાં 12 જૂને અમદાવાદમાં એક બોઈંગ વિમાન ઉડાન ભરતી વખતે દુર્ઘટનાનો શિકાર બન્યું હતું. એરલાઈન્સ તરપથી આગળ કહેવામાં આવ્યું છે કે આ નિર્ણય ઘણા એલર્ટો વચ્ચે યાત્રીઓની અસુવિધાઓ ઓછી કરવા અને વિમાનના સંચાલનને સુનિશ્ચિત કરવા માટે લેવામાં આવ્યો છે.
આંતરાષ્ટ્રીય ફ્લાઈટમાં ઘટાડો
એક સોશિયલ મિડીયા પોસ્ટ X પર એર ઈન્ડિયાએ લખ્યુ છે કે મધ્ય પુર્વંમા ચાલી રહેલા તણાવ અને યુરોપી ઈસ્ટ એશિયા સહિત ઘણા દેશોમાં રાતના કરફ્યૂ અને સુરક્ષા તપાસ કડક કરવાને કારણે એન્જીનિયરીંગ સ્ટાફ અને એર ઈન્ડિયા પાયલોટને જરુરિયાત લાગતા આ પગલુ લેવામાં આવ્યું છે.
એર ઈન્ડિયાએ જણાવ્યું હતું કે છેલ્લા 6 દિવસોમા આંતરાષ્ટ્રીય વિમાનોના સંચાલનમાં ઘણા વિધ્ન આવ્યા છે., જેના કારણે કુલ 83 વિમાનો રદ કરવામાં આવ્યા છે. વિમાન કંપની એ કહ્યું કે હાલની સ્થિતિમાં આ પગલુ લેવું ખૂબ જરુરી હતું.
પેસેન્જર્સે દુખ વ્યક્ત કર્યું.
ફ્લાઇટ્સની સંખ્યામાં ઘટાડો થવાથી મુસાફરોને થયેલી અસુવિધા બદલ એર ઇન્ડિયાએ દિલગીરી વ્યક્ત કરી છે અને કહ્યું છે કે તેમને વૈકલ્પિક ફ્લાઇટ વિશે અગાઉથી જાણ કરવામાં આવશે. આ સાથે, મુસાફરો કોઈપણ ચાર્જ વિના રિફંડ મેળવી શકશે અથવા તેઓ કોઈપણ ચાર્જ વિના તેમનું વિમાન બદલી શકશે.