એલોન મસ્કના મંગળ મિશનને મોટો ઝટકો લાગ્યો છે. સ્ટારશીપ 36 ને એક મહત્વપૂર્ણ સ્ટેટિક ફાયર ટેસ્ટની તૈયારી દરમિયાન સ્પેસએક્સના પરીક્ષણ સ્થળ પર જોરદાર વિસ્ફોટ થયો. સ્પેસએક્સે નિવેદન જાહેર કરતા જણાવ્યું હતું કે આ આખા ઓપરેશન દરમિયાન પરિક્ષણ સાઈટની ચારે બાજુએ સુરક્ષિત ક્ષેત્ર બનાવવામાં આવ્યું હતું અને તમામ કર્મચારીઓ સુરક્ષિત છે.
ટેક્સાસ મેસીમાં એલન મસ્કની કંપની સ્ટારશિપની ટેસ્ટિંગ સાઈટ પર જોરદાર વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ બાદ સ્ટારશિપના આવનારા લોન્ચની તમામ તૈયારીઓ સંપૂર્ણ રીતે બંધ કરી દેવામાં આવી હતી. આ ઘટના ત્યારે બની જ્યારે શિપના 36 મહત્વના સ્ટેટિક ફાયર ટેસ્ટની તૈયારીઓ કરવામાં આવી રહી હતી. આ ટેસ્ટ એક એવી પ્રક્રિયા છે જેમાં રોકેટ એન્જીનને જમીન પર સ્થિર રાખીને શરુ કરવામાં આવે છે. જેથી લોન્ચ પહેલા સિસ્ટમની જાણકારી મેળવી શકાય.
પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે સાઈટ પર અચાનક થયેલા ભીષણ વિસ્ફોટથી કાટમાળ આખા કેમ્પર્સમાં ફેલાઈ ગયો હતો. જો કે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. વિસ્ફોટથી સ્ટારશિપ પ્રોટોટાઈપને ગંભીર નુકસાન પહોંચ્યું છે. જેને જોતા સ્પેસએક્સે તમામ લોન્ચની તૈયારીઓ સ્થગિત કરી દીધી છે. કંપની 29 જૂને દુનિયાના સૌથી મોટા અને શક્તિશાળી રોકેટ સિસ્ટમના દસમાં પરિક્ષણ ઉડાણની યોજના બનાવી રહી છે.
સ્પેસએક્સે આ ઘટના અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે આખા ઓપરેશન દરમિયાન પરિક્ષણ સાઈટની ચારે બાજુએ સુરક્ષિત ક્ષેત્ર બનાવવામાં આવ્યું હતું અને તમામ કર્મચારીઓ સુરક્ષિત છે. તેમની દેખભાળ કરવામાં આવી રહી છે. અમારી સ્ટાર બેઝ ટીમ સ્થાનિય અધિકારીઓ સાથે મળીને પરિક્ષણ સ્થળ અને તેની આસપાસના ક્ષેત્રોને સુરક્ષિત કરવા માટે સક્રિય રૂપે કામ કરી રહી છે.