આજના દોડધામના સમયમાં વિરામ લેવો પણ મહત્ત્વનો છે. વિવિધ સ્થળે ફરવાથી તાજગીનો અનુભવ થાય છે. આજે ફરવાની અને બ્રેક લેવાની વાતો એટલા માટે થાય છે કે, કારણ કે 19 જૂન વિશ્વ સૌંટરિંગ ડે તરીકે ઉજવવામાં આવે છે. આજના ઝડપી યુગમાં જો તમે તમારી શારીરિક અને માનસિક તંદુરસ્તીની અવગણના કરો છો. તો તમે સૌથી મોટી ભૂલ કરી રહ્યા છો.
વિશ્વ સૌંટરિંગ ડેની ઉજવણી
તમે એ કહાવત તો સાંભળી જ હશે કે, જીંદગીમાં વિરામ પણ જરુરી છે. પરંતુ આજના સમયમાં લોકોને રોકાઇ જવુ પસંદ નથી. કામના પ્રેશરમાં દોડતા રહે છે. અને સ્વાસ્થ્ય પર ધ્યાન આપતા નથી. જેના કારણે તણાવ, ડિપ્રેશન જેવી વિવિધ બીમારીઓ શરીરમાં ઘર બનાવી લે છે. અને વિવિધ સમસ્યાઓને જન્મ આપે છે. આ સમસ્યાઓથી દુર રહેવા અને તંદુરસ્તી જાળવવા માટે વિશ્વમાં 19 જૂનના રોજ સૌંટરિંગ ડે ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો હેતુ લોકોને તંદુરસ્ત લાઇફસ્ટાઇલ આપવાનો છે.
વિશ્વ સૌંટરિંગ ડેનો ઇતિહાસ જાણો
વિશ્વ સૌંટરિંગ ડેની ઉજવણી સૌ પ્રથમ વર્ષ 1970માં કરવામાં આવી હતી. અમેરિકાના મિશિગનમાં મૈકિનૈક આઇલૈન્ડના ગ્રેંડ હોટેલથી ડબ્લ્યૂટી રાબેએ કરી હતી. અમુક સ્થળે વિશ્વ સૌંટરિંગ ડે 28 ઓગષ્ટના રોજ પણ ઉજવવામાં આવે છે. જેનો અર્થ શારિરીક અને માનસિક તંદુરસ્તી માટે જાગૃત્તિ લાવવાનો છે. જો આપણે સમય મર્યાદામાં બંધાયેલા ન હોઇએ તો આપણે સારી અને યોગ્ય રીતે કામ કરી શકીએ છીએ. પોતાની ક્રિએટીવીટી બતાવી શકીએ છીએ. ફ્રિડમ મળવાના કારણે આપણા શરીરમાં લોહીનું પરીભ્રમણ સારી રીતે થવા લાગે છે. અને તણાવ ઓછો થવાથી અન્ય બીમારીઓમાંથી છુટકારો મળે છે.
વિશ્વ સૌંટરિંગ ડે નિમિત્તે શું કરશો ?
વિશ્વ સૌંટરિંગ ડે નિમિત્તે તમારે શું કરવું જોઇએ. તો તમારે તમારા કામના તણાવમાંથી થોડો બ્રેક લેવો જોઇએ. અને શરીરને વિરામ આપવો જોઇએ. આ ઉજવણી દરમિયાન પ્રકૃત્તિનો આનંદ લેવો જોઇએ. કોઇ સ્થળે ફરવા જવું જોઇએ. અને પોતાની સાથે સમય પસાર કરવો જોઇએ. જે પ્રવૃત્તિઓ તમને ગમતી હોય તે કરવી જોઇએ. જેનાથી સમસ્યાઓનું નિવારણ ઝડપથી મળી શકે છે.