છેલ્લા 7 દિવસથી ઇઝરાયલ અને ઈરાન વચ્ચે સતત ઘર્ષણ ચાલી રહ્યું છે. આ બંને દેશ વચ્ચે એક લાંબા સમયથી અનેક બાબતો પર સંઘર્ષ ચાલી રહ્યો છે. છેલ્લા 7 દિવસથી ચાલી રહેલ આ ઘમાસન યુદ્ધમાં બંને દેશો નમતું મૂકવા તૈયાર નથી અને બંને દેશો એક બીજા પર સતત મિસાઇલોનો મારો ચલાવી રહ્યા છે.
સમગ્ર વિશ્વમાં ખળભળાટ
હાલ ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને આજ સાતમો દિવસ ચાલી રહ્યો છે. જેમ જેમ દિવસો આગળ વધતાં જાય છે તેમ તેમ આ બંને દેશો વચ્ચેનું યુદ્ધ વધારે ભયંકર બની રહ્યું છે. આજ સાતમાં દિવસે ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ વધુ તીવ્ર બન્યું છે. બંને દેશો જે રીતે સામ સામે આવી ગયા છે એ જોતાં હાલ સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આખા વિશ્વમાં આ યુદ્ધના પડઘા પડી રહ્યા છે અને વૈશ્વિક બજારને પણ આ યુદ્ધની માઠી અસર થઈ રહી છે.
જિનપિંગ અને પુતિન વચ્ચ ચર્ચા થઈ
રશિયન રાષ્ટ્રપતિના સહાયક યુરી ઉષાકોવ દ્વારા એક ચોંકાવનારો ખુલાસો કરવામાં આવ્યો છે. રશિયન રાષ્ટ્રપતિના સહાયક યુરી ઉષાકોવે આપેલ માહિતી મુજબ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને શી જિનપિંગ સાથે આ યુદ્ધ બાબતે ફોન પર વાત કરીને વિશ્વ માટે ચિંતા વ્યક્ત કરી છે. વધુમાં રશિયન રાષ્ટ્રપતિના સહાયક દ્વારા એવું પણ કહેવામાં આવ્યું કે બંને નેતાઓએ ઈરાન પર ઈઝરાયલ દ્વારા તાજેતરમાં કરવામાં આવેલ હુમલાનો વિરોધ કર્યો છે.
રશિયા અને ચીન વચ્ચે દ્વિપક્ષીય સંબંધો પર ચર્ચા
રશિયન રાષ્ટ્રપતિના સહાયક યુરી ઉષાકોવ દ્વારા બંને નેતાઓની આગામી મુલાકાતની તારીખ વિશે પણ માહિતી આપવામાં આવી છે. યુરી ઉષાકોવ દ્વારા આપવામાં આવેલ માહિતી મુજબ બંને નેતાઓએ મુલાકાતની તારીખ પણ નક્કી કરી છે. આ વાતચીત દરમિયાન રશિયા અને ચીન વચ્ચે દ્વિપક્ષીય સંબંધો પર પણ ચર્ચા કરવામાં આવી હતી. હાલ એવું માનવામાં આવી રહ્યું છે કે પુતિન અને શી જિનપિંગની બેઠક 2 સપ્ટેમ્બરના રોજ ચીનમાં યોજાશે. મળતી માહિતી મુજબ બંને નેતાઓએ G7 સમિટના પરિણામો વિશે પણ વાત કરી શકે છે.