ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. સુરક્ષા માટે જાણીતુ ઈઝરાયલ પોતાના મોંઘા હથિયારોનો મોટા પાયે ઉપયોગ કરી રહ્યું છે અને તેની રિંમત દરેક રાત્રે વઘતી જાય છે. મિડીયા રિપોર્ટ્સ અનુસાર ઈરાની મિસાઈલ અને ડ્રોન હુમલાને રોકવા માટે ઈઝરાયલ દરેક રાત્રે કરોડો રૂપિયા ખર્ચ કરી રહ્યું છે. ઇઝરાયલના ડિફેન્સિવ ઇન્ટરસેપ્ટરની કિંમત ખૂબ ઊંચી છે. પાકિસ્તાન જેવા નાના દેશો તેની કલ્પના પણ કરી શકતા નથી. તો ચાલો જાણીએ કે ઇઝરાયલની ડિફેન્સિવ સિસ્ટમ કેટલી મોંઘી છે અને તે ઇરાની મિસાઇલોને રોકવા માટે દરરોજ કેટલો ખર્ચ કરી રહી છે?
આ હથિયારોને કારણે ધ્વસ્ત થઈ મિસાઈલ
આ વિશાળ ખર્ચ ઇઝરાયલની મલ્ટી-લેયર મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ સાથે સીધો સંબંધિત છે, જેમાં ત્રણ મુખ્ય ઇન્ટરસેપ્ટર સિસ્ટમ્સનો સમાવેશ થાય છે: એરો સિસ્ટમ, ડેવિડ્સ સ્લિંગ અને આયર્ન ડોમ. ત્રણેયની પોતાની ભૂમિકાઓ અને ખર્ચ છે, અને હાલના સંઘર્ષમાં તેમનો સ્ટોક ઝડપથી ઘટી રહ્યો છે.
ARROW સિસ્ટમ સૌથી મોંઘી અને મહત્વની
આ સિસ્ટમ લાંબા અંતરની બેલિસ્ટિક મિસાઇલો સામે રક્ષણ આપવા માટે બનાવવામાં આવી છે. તે ઈરાન જેવા દેશો દ્વારા છોડવામાં આવતી ઉચ્ચ અંતરની મિસાઇલોને અટકાવે છે.
એક મિસાઈલની કિંમત- 20 લાખ ડોલરથી 30 લાખ ડોલર
સ્થિતિ – એરો સિસ્ટમનો સ્ટોડ ઝડપથી ઘટી રહ્યો છે. જે ઈઝરાયલની સુરક્ષા અને રણનીતિ માટે મહત્વનો વિષય છે.
Davids Sling મિડ-રેન્જ રક્ષક
આ સિસ્ટમનો ઉપયોગ મધ્યમ-અંતરની મિસાઇલો, ક્રુઝ મિસાઇલો અને મોટા રોકેટને અટકાવવા માટે થાય છે. એક મિસાઇલની કિંમત $1 મિલિયન (લગભગ રૂ. 8.3 કરોડ) થી વધુ છે.
Iron Dome નજીકના અંતરના હુમલાઓ સામે રક્ષણ
આ સિસ્ટમ ગાઝા અથવા સરહદી વિસ્તારોમાંથી આવતા રોકેટ અને મોર્ટારને અટકાવવા માટે બનાવવામાં આવી છે. એક મિસાઇલની કિંમત $20,000 થી $100,000 (આશરે રૂ. 16.7 લાખ થી રૂ. 83 લાખ) છે. તે ટૂંકા અંતરના હુમલાઓમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.