નોર્થ અમેરિકન દેશ મેક્સિકોમાં ભયંકર ચક્રવાતી તોફાન આવ્યું છે. કેટેગરી 4નું આ તોફાન કેટેગરી 3ના વાવાઝોડાના રુપે ઓક્સાકા પ્રદેશના તટ સાથે અથડાયું. ભારતથી લગભગ 15 હજાર કિલોમીટરના અંતરે આવેલા મેક્સિકોમાં હરિકેન એરિકે 200 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી તોફાની ગતિ સાથે લેન્ડ ફોલ કર્યું હતું. તેનાથી પ્રભાવિત થયેલા એરિયામાં મોટા પ્રમાણમાં તબાહી મચી છે.
આ તોફાનને કારણે સ્થિતિ એવી બની ગઈ છે કે સરકારને એડવાઈઝરી જાહેર કરીને લોકોને ઘરમાં બંધ રહેવાની અપીલ કરવામાં આવી છે. આ સિવાય સ્કુલે બંધ કરવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે. આ સાથે બીચ પર જવાની પણ મનાઈ ફરમાવવામાં આવી છે, જેથી સામાન્ય લોકોને સમુદ્રની ઉંચી લહેરોની ચપેટમાં આવવાથી બચાવી શકાય. ચક્રવાર્તી તોફાન એરિકના કારણે મોટા પાયે ઘણુ નુકસાન થવાની આશંકા છે.
મેક્સિકોના ઓક્સાકા વિસ્તારમાં જ્યારે એરિક લેન્ડફોલ થયું તો તે એક ખતરનાક કેટેગરી 3નું તોફાન બની ચૂક્યું હતું. આ તોફાન અત્યાર સુધીનું સૌથી મોટુ તોફાન હતું. જેણે જુલાઈ પહેલા મેક્સિકોને અસરગ્રસ્ત કર્યું હતું. નેશનલ હેરિકેનના કહ્યા અનુસાર એરિકે સ્થાનીય સમય અનુસાર ગુરુવારે સવારે લગભગ 6 વાગ્યાની આસપાસ મોલ્ડોનાડોના પૂર્વ ભાગમાં 32 કિલોમીટરના અંતરે જમીન સાથે અથડાયું. આ સમયે તોફાનની ગતી 200 કિલોમીટર પ્રતિ કલાકની હતી. જણાવવામાં આવ્યું છે કે આ તમામ ક્લાઈમેન્ટ ચેન્જના કારણે થયું.
લોકોને ઘરોમાં રહેવા અપીલ
પહાડી વિસ્તારો સાથે અથડાયા બાદ તોફાનની તીવ્રતા ખૂબ ઝડપથી ઘટવા લાગી છે અને સ્થાનીય સમય પ્રમાણે શુક્રવારે સવારે તે પુરી રીતે સમાપ્ત તઈ જવાની સંભાવના છે. આ તોફાનને કારણે ભારે વરસાદની સ્થિતિ સર્જાઈ છે. જેને જોતા ઓક્સાકા, ગ્યુરેરો અને ચિયાપાસ રાજ્યોમાં પુરની સ્થિતિ સર્જાઈ છે. લેન્ડ સ્લાઈડની આશંકા પણ વધી ગઈ છે. રાષ્ટ્રપતિ ક્લાઉડિયા શીનબોમે જણાવ્યું છે કે ગ્યુરેરો અને ઓક્સાકા ના તટીય વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. લોકોને ઘરોમાં રહેવા અપીલ કરવામાં આવી છે.