ભારતમાં સામાન્ય રીતે વહેલી સવારે અને વરસાદી સિઝનમાં લોકોને ચા પીવાનું વધુ પસંદ હોય છે. જો કે હાલમાં યુવાનોમાં કોફીનું સેવન વધુ જોવા મળ્યું છે. ખાસ કરીને આજે યુવાનો કોઈપણ સમયે કોલ્ડ કોફી, માચો કોફી અને ઇન્સ્ટન્ટ કોફીનું સેવન કરવા લાગ્યા છે. આરોગ્ય નિષ્ણાતે કોફીના સેવનને આરોગ્ય માટે જોખમી ગણાવ્યું. આરોગ્ય નિષ્ણાતે ચેતવણી આપી કે ઇન્સ્ટન્ટ કોફીનું વધુ પડતું સેવન કેટલીક સ્થિતિઓમાં આંખો માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.
આરોગ્ય નિષ્ણાતનો અભિપ્રાય
ઇન્સ્ટન્ટ કોફીનું સેવન કરવાથી આંખની રોશનીમાં ઝાંખપ આવે તેવું આરોગ્ય નિષ્ણાત કહી રહ્યા છે. આ ઉપરાંત બ્લડ પ્રેશરને પણ અસર કરે છે. ઇન્સ્ટન્ટ કોફીમાં રહેલ કેફીન બ્લડ પ્રેશરમાં વધારો કરતા આંખોની નસો પર દબાણ વધારે છે. જ્યારે કયારેક તમને આંખમાં દબાણ અથવા ખેંચાણ થતું હોવાનું અનુભવ થાય તો ચેતી જજો. આ સંકેત મળતા તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવાનું વધુ હિતાવહ રહેશે.
કોફીનું સેવન આંખ માટે નુકસાનકારક
કોફીનું સેવન ઉંમર-સંબંધિત મેક્યુલર ડિજનરેશન (AMD) તરીકે ઓળખાતું, આંખના રેટિનાનું સૌથી નાનું અને મધ્યમ સ્તર બગડે છે. આ લોકોની વાંચવાની, વાહન ચલાવવાની અને ચહેરા ઓળખવાની ક્ષમતાને અસર કરે છે. કેફિન યુરિનેશન વધારતું હોવાથી શરીરમાં પાણીની ઉણપ પણ થઈ શકે છે. જેના કારણે આ કારણે આંખો સુકાઈ જાય છે અને ડ્રાય આઈ સિન્ડ્રોમની સ્થિતિ પણ સંભવી શકે છે. વધુ કેફિન લેતા ઊંઘ સારી નહીં આવે, જે આંખોની આરોગ્ય પર અસર કરે છે. આંખોમાં થાક, લાલાશ અને દૃષ્ટિમાં ખલેલ થઈ શકે છે.
સંશોધકોએ આપ્યું કારણ
સંશોધકોનું માનવું છે કે ઇન્સ્ટન્ટ કોફી તૈયાર કરવા માટે તેમાં જે રસાયણ અથવા સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે તેની આડઅસર આંખ પર થતી હોઈ શકે. આ પ્રકારની કોફીમાં એક્રેલામાઇડ નામનું રસાયણ લોહીના પ્રવાહમાં પ્રવેશ કરતાં આંખના રેટિનાને નુકસાન પહોંચાડી શકે છે. વધુ વજનવાળા, ધૂમ્રપાન કરનારા અથવા હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા ધરાવતા લોકોમાં આ ઇનસ્ટન્ટ કોફીના સેવનના કારણે સ્વાસ્થ્ય સમસ્યા થવાનું જોખમ વધુ રહે છે. દિવસમાં 1-2 કપ ઇન્સ્ટન્ટ કોફી સુરક્ષિત માનવામાં આવે છે.