ફળોનું સેવન શરીર માટે દવાનું કામ કરે છે. અને તેનાથી તંદુરસ્તી જળવાય છે. પરંતુ અમુક ફળો એવા હોય છે જે શરીરમાં શુગર વધારવાનું કાર્ય કરે છે. જે ડાયાબિટીસના દર્દીઓ માટે યોગ્ય નથી. ડાયાબિટીસ મામલે ભોજન પ્રત્યે ઘણી ભ્રમણાઓ જોવા મળે છે. તેથી તેમને પોતાના ખોરાકમાં પરેજી પાળવી પડે છે. શુગર લેવલ જાળવી રાખવા માટે ભોજનથી લઇને કસરત સુધી તમામ બાબતોનું ધ્યાન રાખવામાં આવે છે.
કયા ફળોનું સેવન કરવું જોઇએ?
જીટીબી હૉસ્પિટલમાં ડાયટિશિયન ડૉ.અનામિકા ગૌરે કહ્યુ છે કે, ડાયાબિટીસના દર્દીઓએ એવા ફળોનું સેવન કરવું જોઇએ. જેમાંથી ગ્લાઇસેમિક ઇન્ડેક્સ ઓછો હોય. અને ફાયબરની માત્રાવધુ હોય. સફરજન, જમરુખ, નાશપતી, કીવી, જામુન અને સ્ટ્રોબેરી જેવા ફળો ડાયાબિટીસને ધીરે ધીરે વધારે છે. જેના કારણે આ ફળોને ઓછી માત્રામાં જ ખાવા જોઇએ. ખાટા ફળો જેવા કે સંતરા, મૌસબી વિટામીન સી માટે સારા સ્રોત ગણાવામાં આવે છે.
કયા ફળો છે નુકસાનકારક ?
કેરી, ચીકુ, લીચી. અનાનસ અને કેળા જેવા ફળો ડાયાબિટીસના દર્દીઓ માટે નુકસાનકારક છે. જેમાં નેચરલ શુગર વધુ પ્રમાણમાં હોય છે. જે શુગર લેવલ વધારી શકે છે. જો આ ફળોનું સેવન કરવું હોય તો કસરત બાદ જ તેને આરોગવા જોઇએ. ફળોના જ્યુસના સ્થાને આખા ફળો ખાવા જોઇએ. કારણ કે જ્યુસમાં ફાયબર નિકળી જાય છે. અને શુગર ઝડપથી લોહીમાં એકત્ર થઇ જાય છે. એક સાથે વધુ માત્રામાં ફળો ન ખાવા જોઇએ. મર્યાદિત સંખ્યામાં જ લેવા જોઇએ. ડાયાબિટીસના દર્દીઓએ પોષણ સંતુલન જાળવી રાખવું ખૂબ જરુરી છે. તેથી કોઇપણ બદલાવ કરતા પહેલા તબીબની સલાહ આવશ્ય લેવી જોઇએ.
Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. સંદેશ ન્યૂઝ આ મામલે પુષ્ટી કરતું નથી. કોઈપણ સૂચનનો અમલ કરતા પહેલા તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.