વરસાદમાં માટીની ખુશ્બુ અને ગરમ-ગરમ ભજીયા દરેકનું મન મોહી લે છે. આ વાતાવરણમાં ખાવા-પીવાની આપણી આદતો પણ બદલી જાય છે. દહીંમાં પ્રોટીન, કેલ્શિયમ, વિટામિન-B અને પ્રોબાયોટિક્સ હોય છે, જે પાચનતંત્રને સુધારે છે અને ઈમ્યૂન સિસ્ટમને મજબૂત બનાવે છે.
ગરમીમાં દહીંથી શરીરને ઠંડક મળે છે પરંતુ વરસાદની સીઝનમાં થોડું અલગ હોય છે. કારણ કે વરસાદમાં ગંદકી વધારે થાય છે જીવજંતુઓ વધારે જોવા મળે છે અને મચ્છરોનો ઉપદ્રવ વધી જાય છે એવામાં સવાલ છે કે શું વરસાદી સીઝનમાં દહીંનું સેવન કરવું જોઈએ? જાણો
નિષ્ણાંતોનું કહેવું એમ છે કે, જો વરસાદી સીઝનમાં દહીં ખાવું હોય તો તાજુ દહીં ખાવું જોઈએ. પડી રહેલા દહીંથી સ્વાસ્થ્યને ઘણીબધી સમસ્યાઓ થઈ શકે છે.
ક્યારે અને કેવી રીતે દહીંનું સેવન કરવું?
- દહીંને દિવસમાં ખાવું જોઈએ, રાત્રે તેનું સેવન ના કરવું
- દહીંમાં કાળી મરીનો પાવડર નાખીને તેનું સેવન કરવું જોઈએ
- ઠંડું દહીં કાવાથી ગળું ખરાબ થઈ શકે છે એટલા માટે દહીંને રૂમ ટેમ્પરેચર મુજબ તેનું સેવન કરવું જોઈએ
- કઢી કે રાયતું બનાવી દહીંનું સેવન કરવું વધારે સુરક્ષિત ઓપ્શન છે
કોને દહીંનું સેવન ના કરવું જોઈએ?
- જે લોકોને સરદી હોય તેમને દહીંનુ સેવન ના કરવું જોઈએ.
- જેણે એલર્જી કે પાચન સંબંધિત સમસ્યાઓ હોય તેમને વરસાદની સીઝનમાં દહીંનું સેવન ના કરવું જોઈએ અથવા તો નિષ્માંતની સલાહ લઈને જ દહીંનું સેવન કરવું જોઈએ.
Disclaimer: આ માહિતી માત્ર જાણકારી માટે છે, સંદેશ તેની પુષ્ટિ કરતું નથી. કોઈપણ ઉપચાર કરતાં પહેલા નિષ્ણાંતોની સલાહ લેવી જરૂરી છે.